ફરિયાદ:ગોંડલ નેશનલ હાઇવે પર બંધ પડેલી કારમાં આવારા શખ્સોએ તોડફોડ કરી

ગોંડલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટીખળી તત્ત્વોએ સાથે મળીને કારનો ભુકો બોલાવી દેતાં ફરિયાદ નોંધાવી

થર્ટી ફસ્ટ ની રાત્રે નેશનલ હાઇવે આઇટીઆઇ પાસે બંધ પડેલી કારને નિશાન બનાવી વિકૃત માનસ ધરાવતા કોઈ તત્વોએ તોડફોડ કરતા કાર ટોટલ લોસ બની જવા પામી છે. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ થવા પામી છે.પ્રાપ્ત વિગતો મુજબ કપુરીયાપરા મા રહેતા અને ગુંદાળા ચોકડી પાસે મેડીકલ સ્ટોર ચલાવતા સચીનભાઇ રમણીકભાઈ વ્યાસ તા 30 ની રાત્રે મેડીકલ સ્ટોર બંધ કરી પોતાની જીજે 11-એબી 0400 નંબરની કાર લઈ નેશનલ હાઇવે થઇ પોતાના ઘરે કપુરીયાપરા જઇ રહ્યા હતા. દરમ્યાન કારમા ડીઝલ પાઇપ ફાટી જતા કાર બંધ પડી જતા આઇટીઆઇના ગેઇટ પાસે કાર પાર્ક કરી ઘરે ચાલ્યા ગયા હતા.

દરમ્યાન બીજે દિવસે તા.31 ની રાત્રે તેમની કારમાં તોડફોડ થઇ રહ્યાની કોઇએ જાણ કરતા સચિનભાઇ દોડી ગયા હતા.આઇટીઆઇ પાસે પંહોચતા જ તોડફોડ કરનારા તત્વો નાશી છૂટ્યા હોય નજર કરતા તેમની કારના કાચ,બોનેટ,છત,ડેકી સહીત ભારે ઝનૂનપુર્વક તોડફોડ કરાઇ હોય કાર ટોટલ લોસ થવા પામી હતી.બનાવ અંગે સચિનભાઇ વ્યાસે પોલીસમાં અજાણ્યા તત્વો સામે ફરીયાદ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.જો કે આવી રીતે તોડફોડ કરી કોઇએ વેર વાળ્યું કે કેમ તેની તપાસ જારી છે.

અન્ય સમાચારો પણ છે...