ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો:ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર આવેલ શેમળા ગામની સિમમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ તાલુકાના શેમળા ગામની સીમમાંથી ઈલેકટ્રીકના લોખંડના થાંભલા સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં એક અજાણ્યો પુરૂષ ઉ.વ.આશરે 40 વાળાની મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસના ધર્મેન્દ્રસિંહ જેઠવા દોડી જઇ તપાસ હાથ ધરી હતી. મૃતક યુવાનનાં જમણા હાથ ઉપર અંગ્રેજીમાં સમીર ત્રોફાવેલ છે. તેમજ જમણા કાન નીચે ટેટુ દોરાવેલ છે. સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસ દ્વારા વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

ગળાફાંસાની પુરી તૈયારી સાથે આવ્યો હતો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અવાવરું જગ્યા પર મૃતક ઇલેક્ટ્રિક પોલ સાથે દોરડું બાંધીને લટકાયો હતો. ખિસ્સામાંથી વીરપુર-રાજકોટની એસ.ટી. બસની ટીકીટ મળી આવી છે. સાથે એક બેગ જેમાં સુતરનું દોરડું અને એક છરી મળી આવી છે. આત્મહત્યાની પુરી તૈયારી સાથે આવ્યો હતો. પોલીસે વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...