ક્રાઇમ:મોવિયા પાસે કાર દુર્ઘટનામાં લાપતા બાળકીની લાશ મળી

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કાર બાબરાથી વીરપુર જઇ રહી હતી ત્યારે બની ઘટના

ગોંડલ તાલુકાના મોવિયા ગામ પાસે એક કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પુલ નીચે ખાબકી હતી. કારમાં સવાર 5 લોકોમાંથી 1 બાળકીનું મોત નીપજ્યું હતું, જ્યારે ચારનો બચાવ થયો હતો.

વિરપુર રહેતા વિપુલભાઇ જેરામભાઇ વામજા, તેમના પત્ની, બે પુત્રી અને એક પુત્ર સાથે બાબરાથી પર આવી રહ્યા હતા ત્યારે મોવીયા પાસેના પુલ પરથી કાર નીચે ખાબકી હતી અને ત્રણ વર્ષની માસુમ પુત્રી મિસ્ટી ફંગોળાઇને પાણીમાં ખાબકી હતી. જ્યારે અન્યને સામાન્ય ઇજા પહોંચી હતી. કારની પાછળ આવી રહેલા સાઇકલ સવારે પુલ નીચે પાણીમાં કૂદકો મારી કારમાં સવાર 5 લોકોમાંથી 4 લોકોનો બચાવ કર્યો હતો. પાલિકાના પ્રમુખ સહિત અને ફાયર ટીમ દ્વારા બાળકીની શોધખોળ શરૂ કરી હતી. કારને નદીમાંથી બહાર કાઢ્યા બાદ કારમાંથી બાળકી ન મળતા ફાયર ટીમ દ્વારા નદીમાં બાળકીની શોધખોળ શરૂ કરાઇ હતી. જોકે બાદમાં મિષ્ટિ વિપુલભાઈ વામજા ઉ.વ. 3 નો મૃતદેહ મળ્યો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ, પાલિકા પ્રમુખ, મોવિયા ગ્રામ્યજનોને થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...