પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહજીની અમર યાદગીરી સમાન સંગ્રામસિંહજી હાઇસ્કુલ બિલ્ડીંગનાં 133 વર્ષ જૂના ટાવરની પાલિકા દ્વારા મરામત કરાતાં ટાવરની ઘડિયાળનાં કાંટા ફરતા થયાં હતાં અને ટાવરનાં ડંકા ફરી ગુંજતા થયાં છે.ગોંડલ રાજવી સર ભગવતસિંહજી એ 1887 નાં બેનમુન બાંધકામ સાથે સંગ્રામસિંહજી હાઇસ્કુલનું નિર્માણ કર્યુ હતું. હાઇસ્કુલનાં બિલ્ડીંગમાં ટાવર પર રોમન પધ્ધતિની ઘડીયાળ શોભામાં અભિવૃદ્ધિ કરી રહી છે.
2001નાં ભુકંપ વેળા ટાવરને નુકશાન પહોંચતા ઘડીયાળ બંધ પડી હતી.બાદમાં હાઇસ્કુલને સવાસો વર્ષ પુર્ણ થતાં પાલિકા દ્વારા સવા શતાબ્દી મહોત્સવ વેળા ટાવરની મરમ્મત કરાતાં ઘડીયાળનાં કાંટા ફરતા થયા હતા. પરંતુ યોગ્ય જાળવણીનાં અભાવે ઘડીયાળ બંધ પડતાં ટાવરનો ઇતિહાસ જાણે થંભી ગયો હતો. દરમ્યાન પાલિકાની શિક્ષણ કમીટીના ચેરમેન કંચનબેન શિંગાળાએ ત્રણ અઠવાડિયાની જહેમત સાથે ઘડીયાળની મરમ્મત હાથ ધરી હતી અનેં કારીગરોની જહેમત રંગ લાવી હોય તેમ ટાવરના ડંકા ફરી ગુંજતા થયાં છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.