વિરોધ:ગોંડલમાં આશા બહેનો પડતર પ્રશ્ને લડાયક મૂડમાં, વિરોધ પ્રદર્શન કરશે

ગોંડલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજૂઆતો છતાં ઉકેલ ન આવતાં દેખાવો, સૂત્રોચ્ચાર, ધરણાં,પદયાત્રાનું આયોજન

ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ તળે સેવા બજાવતી 51,000 આંગણવાડી કેન્દ્રોની 1 લાખ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો અને આરોગ્ય વિભાગ તળે 1500 થી વધુ આરોગ્ય કેન્દ્રોમાં સેવા બજાવતી40,000 આશા વર્કર અને ફેસીલીએટર બહેનોનાં લાંબા સમગથી પડતર પ્રશ્નો બાબતે, મુખ્યમંત્રી અને મહિલા બાળ વિકાસ મંત્રી અને આરોગ્ય પ્રધાન સમક્ષ આવેદન પત્રો, પત્રો દ્વારા રજૂઆતો કર્યા છતાં સરકાર દ્વારા એકપણ પ્રશ્નોનો ઉકેલ ન આવતા તેમજ અધિકારી- મંત્રી કક્ષાએ બેઠક યોજવા માંગણી કરાયા છતાં કોઈ જ બેઠક ન યોજાતા, ગુજરાત વ્યાપી આંદોલન કરવાનો સીટુ સંકલીત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા હેલ્થ વર્કસ યુનિયન ધ્વારા નિર્ણય કરાયો છે. જેમાં પડતર માંગણીઓ સાથેનું આવેદન અપાશે, તા : ૫ મી જાન્યુઆરીએ કાળા કપડા સાથે તાલુકા જિલ્લાઓમાં દેખાવો સૂત્રોચ્ચાર કરાશે, તા : ૬ ઠ્ઠીના રોજ થાળી વગાડી સરકારને જગાડાશે, ૮ મીનાં રોજ ધરણાં કાર્યક્રમ કે ગાંધીનગરમાં મહારેલી– મહાધરણાં,પદયાત્રા કાર્યક્રમ યોજાશે. બજેટ બેઠક સુધી કાર્યક્રમો ચાલુ રખાશે.

કોરોના કાળમાં જીવના જોખમે નજીવા વેતનમાં કામગીરી બજાવ્યા છતાં વેતનમાં કોઈજ વધારો કરાયો નથી. આંગણવાડી વર્કર- આશા વર્કર- ફેસીલીએટર બહેનો અનેક વર્ષોથી સેવા બજાવતી હોવા છતાં કાયમી કરાતા હોઈ કાયમી કરવા તથા લઘુતમ વેતન આપવા, પેન્શન, ગ્રેચ્યુઈટી, પ્રો.ફંડ યોજનાં લાગુ પાડવા, દેશનાં તમામ રાજયોની જેમ નિવૃતિ વય મર્યાદા 58 ને બદલે 60 કરવા, કોરોના કામગીરીનાં દરમાં વધારો કરવા, ખાવા લાયક આહાર આપવા, ડ્રેસ આપવા, હેલ્પરોને સમાન વેતન આપવા, મીની આંગણવાડીને પૂર્ણ આંગણવાડી કરવા, તથા જીલ્લા-તાલુકા ફેર બદલીની એક તક આપવા સહીતની માંગણીઓ માટે આંદોલનનો આરંભ કરાશે. સરકાર દ્વારા કોરોનાં કામગીરી ચાલુ રખાયા છતાં, કોરોનાં વોરીયર્સને જાહેર કરેલા મૃત્યુ વળતરની રકમ અવસાન પામેલી બહેનોને ચૂકવાઈ ન હોઈ રોષ ઉભો થયો છે.

અન્ય સમાચારો પણ છે...