નવીનીકરણ:અનિડા-કોલિથડ-પાટિયાળી રોડનું 17.83 કરોડના ખર્ચે થશે નવીનીકરણ

ગોંડલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેને કર્યું મુહૂર્ત

રાજ્ય સરકાર, માર્ગ અને મકાન વિભાગ દ્વારા અનેક રજૂઆત બાદ ગોંડલ તાલુકાના જીવાદોરી સમાન અનિડા કોલીથડ પાટીયાળી રૂા.17.83 કરોડના ખર્ચે નવિનીકરણ રોડનું કામ કારોબારી સમિતિના અધ્યક્ષ સહદેવસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવેલ હતું.

આ તકે ગોંડલ ધારાસભા વિસ્તાર-73ના ભાજપ અગ્રણી અને ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશસિંહ ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, ગોંડલ તાલુકા પંચાયતના સદસ્ય પ્રવિણભાઈ ધવા, ગોંડલ વિસ્તારનાં ભાજપ અગ્રણી મનોજભાઈ અકબરી, કોલીથડ ગ્રામ્ય અગ્રણી ગોપાલભાઈ સાવલીયા, કોલીથડ સહકારી મંડળીના પ્રમુખ રમેશભાઈ સાવલીયા સહિત આજુબાજુના ગામના સરપંચો ગામજનો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.ભૂતપૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ, કારોબારી ચેરમેન સહદેવસિંહ અને ગોંડલ ક્ષત્રિય આગેવાનોની સુજબુઝને કારણે કામ શરૂ થયું છે.

આ કામથી અનીડા કોલીથડ પાટીયાળીના ગ્રામજનોને લાભ થશે એટલું જ નહીં પણ ગોંડલ તાલુકાથી જામકંડોરણા તાલુકો, કાલાવડ તાલુકા, લોધીકા તાલુકાને જોડાણને કારણે આ વિસ્તારના તમામ ગ્રામ્યજનોને અવરજવરનો લાભ મળશે. સમય, શકિાત અને નાણાની બચત થાશે. આ રોડના આધુનિકરણથી અનેં રાજ્ય સરકારના લાભનો ગ્રામજનોએ હૃદયપૂર્વક આભાર મળેલ છે.

કારોબારી સમિતિએ કોન્ટ્રાકટરને આ કામની ગુણવત્તા જાળવી રાખવા અને સમયસર કામ કરવા સુચના આપી હતી.જેના પગલે આગામી થોડા સમયમાં લોકોને કમરતોડ રસ્તા પરથી પસાર થવાની તકલીફમાંથી મુક્તિ મળશે અને સુવિધા મળવાની રાહત પણ મળશે.

અન્ય સમાચારો પણ છે...