ગોંડલ તાલુકા પોલીસે બાતમીના આધારે નવનીત ઊર્ફે નવલો રમેશભાઇ જેઠવા ઉ.વ.28 રહેવાસી ઘોઘાવદર વાળાને ઘોઘાવદરના ઘોઘેશ્વર મંદિર ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. આ આરોપી જસદણના આટકોટ પોલીસ સ્ટેશન પાર્ટ - સી, પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો હતો.
ગોંડલ તાલુકાના PSI એમ.એચ.ઝાલા, હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ગંભીર ,શક્તિસિંહ જાડેજા, ગિરિરાજસિંહ જાડેજા, છત્રપાલસિંહ જાડેજા, અમરદીપસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા સહિતનાએ ઘોઘાવદર ગામે ભૂમિ પાન પાસેથી ભાગવા જતાં પીછો કરી ઘોઘેશ્વર મંદિર પાસેથી ઝડપી લઈ આટકોટ પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.