તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વારસો:4500 વર્ષ જૂની હડપ્પન સાઈટ રોઝડી વેરાન બની

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નગરની હયાતીની સાક્ષીરૂપ એક બોર્ડ રહ્યુ - Divya Bhaskar
નગરની હયાતીની સાક્ષીરૂપ એક બોર્ડ રહ્યુ
  • ગોંડલના શ્રીનાથગઢ ગામના હજારો વર્ષ જૂના કિલ્લેબંધ નગર રોઝડીને આજે સંશોધનની સાથે વિકાસની પણ ઝંખના
  • પુરાતત્વવિદ પુરુસોતમદાસ પંડયાને શ્રીનાથગઢ રોઝડીના સંશોધન વેળાએ માનવસંસ્કૃતિના ઈતિહાસનું મહત્વનું પ્રકરણ મળી આવ્યું હતું

જગવિખ્યાત બનેલ પુરાતત્વીય સાઇટ મોહેંજો દડો હાલ તો પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવે છે. મોહેંજો દડો શબ્દનો અર્થ મડદાંનો ટેકરો એવો થાય છે. 4500 વર્ષ જૂનાં એ અવશેષો સિંધુ ખીણની સૌથી મોટી વસાહતનો પુરાવો છે. મોહેંજોએ હડપ્પીય સંસ્કૃતિની સાઈટ છે. અેવી જ એક સાઇટ આપણા રાજ્યમાં છે અને તે ગોંડલ નજીક છે. હજારો વર્ષ જનું કિલ્લેબંધ નગર રોઝડી આજે સંશોધન સાથે વિકાસ પણ ઝંખી રહ્યું છે.એક બાજુ સરકાર ગુજરાત નહી દેખા તો કુછ નહીં દેખાના બણગાં ફૂંકીને પ્રવાસીઓને આકર્ષવા નુસખા અપનાવે છે.

તો બીજી તરફ ગુજરાતમાં પુરાતત્વશાસ્ત્રી પુરસોતમદાસ પંડ્યાએ 30 થી વધું હડપ્પીય જગાઓ શોધી કાઢી છે. જેમાંની એક રાજકોટ ગોંડલના શ્રીનાથગઢ ગામે આવેલી અને ભૂતકાળમાં રોઝડીના ટીંબા નામે ઓળખાતી જગ્યા આજે જંગલ સમાન વેરાન બનવા પામી છે.વાત કરીએ રોઝડીની તો પુરાતત્વવિદ પુરસોતમદાસ પંડયાને ભાદર નદીના કાંઠે શ્રીનાથગઢ રોઝડીના સંશોધન વેળાએ માનવસંસ્કૃતિના ઈતિહાસનું એક મહત્વનું પ્રકરણ મળી આવ્યું હતું.

હજારો વર્ષ પહેલાની દિવાલોની નગર રચના સાથેની માનવ વસાહત હોવાના પુરાવાની શ્રેણી સાથે અહીંથી એ સમયના વાસણો, ઘરેણાં, માટલાં, સ્ટેન્ડ વાળી થાળી, વાટકા સહિતની વસ્તુ મળી હતી. અમેરિકાની ‘પેન્સાલ્વેનિયા રા યુનિવર્સિટી’ની ટીમે પ્રોફેસર ગ્રેગરી પોસેલના અધ્યક્ષસ્થાને ૧૯૮૨માં મહિનાઓ સુધી આ જગ્યાનો અભ્યાસ કર્યો હતો. પોસેલે ‘હડપ્પન સિવિલાઈઝેશન એન્ડ રોઝડી’’ નામે પુસ્તક પણ લખ્યું છે. ૧૯૮૨ પછી અહીં કોઈ ખાસ સંશોધન થયું નથી અને હાલ તો આ જગ્યા વેરાન જંગલ સમાન ભાસી રહી છે. અહીં એક નગર શ્વસતું હતું એની સાબિતી આપતું એક બોર્ડ અહીં અસ્તિત્વમાં છે.

અન્ય સમાચારો પણ છે...