ગોંડલમાં હાસ્યરસની છોળો ઉછળી:તરાના ક્લબ દ્વારા પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ અને ગુણવંત ચુડાસમાના હાસ્યદરબારનું આયોજન કરાયું

ગોંડલ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

શાહબુદ્દીનભાઈ રાઠોડ છેલ્લા સાડાપાંચ દાયકાથી સ્ટેજ પરથી હાસ્યરસ વરસાવી રહ્યા છે. જેમાં ગોંડલની તરાના ક્લબ દ્વારા પદ્મશ્રી શાહબૂદીનભાઈ રાઠોડ અને ગુણવંત ચુડાસમાના હાસ્યદરબારનું આયોજન કરાયું હતું. શાહબુદ્દીનભાઈએ હાસ્યની વાતો સાથે જીવનના પરમ સત્યોને સહજતાથી રજૂ કર્યા હતા. હાસ્યનો સહારો લઈ દર્શનિક અને માર્મિક વાતોનો સુભગ સમન્વય સાધી શકે એવા ગુજરાતના એક માત્ર કલાકાર શાહબુદીનભાઈના ચાહકો ગોંડલમાં બહોળા પ્રમાણમાં છે એ કાર્યક્રમ દરમિયાન જોવા મળ્યું હતું. સાથે જ ગુણવંતભાઈ ચુડાસમાએ પણ પેરોડી અને દેશી હાસ્યરસિક પ્રસંગો દ્વારા ખૂબ આનંદ કરાવ્યો હતો.

ગોંડલની તરાના ક્લબ દ્વારા હાસ્યદરબારનું આયોજન
​​​​​​​આ તકે રાજવી પરિવારના કુમાર સાહેબ જ્યોતિર્મયસિંહજી તેમજ રાજકુમાર સાહેબ ઉપેન્દ્રસિંહજી દ્વારા શાહબુદીનભાઈ અને તરાના ક્લબ મેમ્બર માટે શાહીભોજનની વ્યવસ્થા હવામહેલ પેલેસમાં કરી આપવામાં આવી હતી અને તેઓ કાર્યક્રમના પણ અંત સુધી હાજર રહ્યા હતા. આ તકે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, નૈમિશભાઈ ધડુક, પ્રફુલભાઈ ટોળીયા, ઓમદેવસિંહ જાડેજા, રવીદર્શનજી વ્યાસ (ભુવનેશ્વરી પીઠ), ચંદુબાપુ દેસાણી (મામદેવ મંદિર) તેમજ તરાના ક્લબના સર્વે મેમ્બર્સ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...