રાજ્યમાં કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન અંગે સરકાર દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. કમોસમી વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ખેતી પાકને ભારે નુકસાન થયું છે. હવે સરકાર દ્વારા ખેતીવાડી અને બાગાયત સહિતના વિવિધ વિભાગોના કર્મચારીઓની અલગ અલગ ટીમો અને ગ્રામ સેવકો દ્વારા નુકસાનીનો સર્વે કરવામાં આવી રહ્યો છે.
59 ખેડૂતોને કુલ 548 વિઘામાં સર્વે
રાજકોટના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે સર્વેની શરૂઆત ગોંડલ તાલુકાના વેજાગામથી થઇ હતી. ગોંડલ તાલુકામાં વેજાગામે ગ્રામ સેવક વનિતા.કે.રાઠોડ, પી.આર. પટોલિયા, ડી.જે.પીઠીયા દ્વારા કરવામાં આવ્યો હતો વેજાગામે સર્વે દરમિયાન 59 ખેડૂતોના કુલ 548 વિઘામાં સર્વે કરવામાં આવ્યો હતો.
વેજગામમાં માવઠાએ ભારે નુકશાન કર્યું હતું
નોંધનીય છે કે, ગોંડલમાં કમોસમી વરસાદને લઈને વેજાગામ સહિત આસપાસના ગામોમાં ભારે નુકશાન થયું હતું. વેજાગામમાં માવઠાથી આશરે 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સર્વેમાં વેજાગામ સરપંચના પ્રતિનિધિ જીતુભાઇ ભાલાળા, ઉપ સરપંચ, સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.