તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગોંડલના ગુંદાસરામાં જુગાર રમતા આઠની અટક

ગોંડલ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોંડલમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા, એક મહિલા ફરાર

ગોંડલના ગુંદાસરા ગામે એલસીબીએ સીમમાં વાડીમાં આવેલા મકાનમાં રેડ કરતા જેન્તીભાઈ ટીંબડીયા, ધર્મેશભાઈ રૂપાપરા, હીરેનભાઈ ગઢીયા, મુળજીભાઈ વાળા, દીલીપભાઈ વઘેરા, અનીલભાઈ જાદવ, રમેશભાઈ વીરડીયા, પરબતભાઈ મોલીયા જુગાર રમતા મળી આવતા રોકડા રૂપિયા 1,50,700/-, મોબાઇલ નંગ-8, રૂ.70,500/-, રિક્ષા-૧ મો. સા 3 કી. રૂ. 1,30,000/- મળી કુલ કી. રૂ. 3,36,400/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય એક બનાવમાં ગોંડલ સુમરા સોસાયટી ચાણક્ય પેલેસમાં જુગાર રમતા પાંચ રૂ. 20610 ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા, જ્યારે એક મહિલા પકડવાના બાકી હોય ચક્રોગતિમાન કરાયા હતા. ગોંડલ સીટી પોલીસ મથકના પીઆઇ એમ.આર.સંગાડા, પો.કોન્સ. મહેદ્રભાઇ ખીમસુરીયા, વિશાલભાઇ સોલંકી નાઓને મળેલ સંયુક્ત ખાનગી બાતમીના આધારે ગોંડલ મોવીયા રોડ પશુ દવાખાનાની બાજુમા સુમરા સોસાયટી “ચાણક્ય પેલેસ” મકાનમાં જુગાર નો દરોડો પાડવામાં આવતા રોકડ રૂ. 20,610/-, ગંજીપત્તાના પાના મળી કુલ મુદ્દામાલ કિ. રૂ. 20, 610/-નો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપીમાં ઇમારનભાઇ આરબ, કાજુભાઇ વાખડા રહે હાલ ગોંડલ જામવાડી GIDC અંબીકા મમરાના કારખાનામા મૂલ આંબળી ફળીયા તા. રાણપુર જી. જામવા, રહીમભાઇ કટારીયા રહે ગોંડલ ભગવતપરા શેરી નં. 27/2 જાફરઅલી આબેદ હુશેન સૈયદ રહે ગોંડલ મોવીયા રોડ માલધારી હોટેલ પાસે બરકાતી પરા,. કાસમભાઇ કરીમ ફકીર રહે ગોંડલ મોવીયા રોડ ચાણક્ય પેલેસની બાજુમાની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે ફેમીદાબેન હાસમભાઇ ચાણક્ય રહે ગોંડલ મોવીયા રોડ પશુ દવાખાના ની પાસે સુમરા સોસાયટી વાળાને ઝડપવા ચક્રો ગતિમાન કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...