દોઢ મહિનાથી છવાયો છે અંધારપટ:ગોંડલ હાઈવે પર સ્ટ્રીટલાઈટ રજા પર, વાહનચાલકોમાં ભય

ગોંડલ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર ગાબડાંરાજ બાદ અંધારપટ છવાયો છે આથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય પ્રવર્તી રહ્યો છે. ગોંડલ નજીકની આશાપુરા ચોકડી પાસે છેલ્લા એક દોઢ માસથી નેશનલ હાઈવેની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોઇ, અંધારપટ છવાઈ જવા પામ્યો છે.

હાઈવે ઓથોરીટી દ્વારા વાહન ચાલકો પાસેથી મસમોટો ટોલટેક્સ ઉઘરાવવામાં આવે છે.તેમ છતા આશાપુરા ચોકડી નેશનલ હાઈવેની સ્ટ્રીટ લાઈટો રીપેરીંગ કરવામાં આવતી નથી. ગોંડલ નજીકના નેશનલ હાઈવે પર આશાપુરા ચોકડી,ઉમવાડા ચોકડી જેવા વિસ્તારોમાં અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે.ત્યારે નેશનલ હાઈવે આજુબાજુની સોસાયટીના રહીશોમાં હાઈવે ક્રોસીંગ કરવામાં અકસ્માતનો ભય વ્યાપી જવા પામ્યો છે.ગોંડલ નેશનલ હાઈવે પરની સોસાયટીના રહીશોએ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરીને હાઈવે પરનો અંધારપટ દૂર કરવાની માંગ કરી છે. અન્યથા આંદોલન કરાશે.

અન્ય સમાચારો પણ છે...