તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ગોંડલની શ્રીરામ હોસ્પિટલમાં ડે કેર યુનિટ શરૂ

ગોંડલ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
જે દર્દીઓ ગંભીર નથી, સામાન્ય સારવારની જરૂર છે તેમને દવા, આરામ, સુવિધા અપાઇ છે. - Divya Bhaskar
જે દર્દીઓ ગંભીર નથી, સામાન્ય સારવારની જરૂર છે તેમને દવા, આરામ, સુવિધા અપાઇ છે.
 • હરિચરણદાસજી મહારાજની કર્મનિષ્ઠા અને આજ્ઞાથી સેવકોએ ઉપાડ્યો સેવાયજ્ઞ

માનવ સેવા એ જ પ્રભુ સેવાના શુભ આશયથી શરુ કરાયેલી શ્રીરામ હોસ્પિટલમાં હરિચરણદાસજી મહારાજની આજ્ઞાથી સેવાયજ્ઞ શરૂ કરાયો છે. એક તરફ કોરોનાનો હાહાકાર છે, હોસ્પિટલમાં બેડ મળતા નથી ત્યારે અહીંની આ હોસ્પિટલ ખાતે કોરોના સંક્રમિત દર્દીઓ કે જેમને ઓક્સિજનની હાલ જરૂર ન હોય તેવા દર્દીઓની સારવાર માટે વિનામૂલ્યે ડે કેર યુનિટ શરૂ કરાયું છે.

ગરીબ, જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે સારવાર, દવા, રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બિલ્ડિંગમાં હાલ 25 બેડ કાર્યરત છે. હાલની પરિસ્થિતિ જોતા હરિચરણદાસજી મહારાજે આજ્ઞા કરતા ટ્રસ્ટી ગણ, ડોક્ટર્સ-હોસ્પિટલ સ્ટાફ દ્વારા 2 દિવસમાં ડે કેર યુનિટ શરૂ કરાયું છે, જેમાં રોજ 25થી વધુ લોકો સારવાર મેળવી રાહત અનુભવી રહ્યા છે.

આ ડે કેર યુનિટમાં ઓક્સિજન પ્લાન્ટ ટૂંક સમયમાં શરૂ થશે
​​​​​​​ડે કેર યુનિટમાં જરૂર પડશે ત્યારે ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન ઘડી કઢાયું છે. અત્યારે અહીં એવા જ દર્દીઓને રાખવામાં આવ્યા છે કે જેમને ઓક્સિજનની જરૂર નથી, સંક્રમણ વધારે ફેલાયું નથી. હોસ્પિટલ ખાતે દાતાઓના સહયોગથી ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાશે અને કોરોના કેસ વધશે તો બેડની સંખ્યા વધારાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો