ગોંડલ નગરપાલિકા સેનિટેશન વિભાગ દ્વારા દિવસ રાત સફાઈ ઝુંબેશ હાથ ધરી શહેરને સ્વચ્છ બનાવવા તરફ કાર્યવાહી કરવામાં આવી રહી હોય ભર ઉનાળા દરમ્યાન વાતાવરણ પલટવાની સાથોસાથ હળવા ભારે વરસાદી ઝાપટા વરસી રહ્યા હોય પ્રિ મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે.
નગરપાલિકાના સેનિટેશન શાખાના ચેરમેન પદે હંસાબેન માધડે 50થી વધુ સફાઈ કામદારોની ભરતી કરી દિવસ રાત સફાઈ ઝુંબેશ હાથ ધરી છે. ભરઉનાળે પ્રી-મોન્સૂન કામગીરી શરૂ કરી દેવાઇ છે જેમાં કચરાથી ભરાયેલી ભૂગર્ભ ગટરો અને બુગદાઓને પ્રાધાન્ય આપી સફાઈ શરૂ કરી દેવાઇ છે.
સફાઈ કામદારોની ટીમ ઇન્સ્પેક્ટર કેતનભાઈ મકવાણા, સબ ઇન્સ્પેક્ટર ચિરાગભાઈ શ્યારા, રવીભાઈ જોષી, ચંદુભાઈ, નાનજીભાઇ ચાવડા, ચિરાગભાઈ પ્રફુલ્લભાઈ રાજયગુરુની સાથે સમગ્ર શહેરમાં ફરી વળી ચોમાસા પહેલા જ પ્રિ મોન્સૂન કામગીરી પુરી કરી દેવાની નેમ છે. આ ઉપરાંત સેનિટેશન ચેરમેન હંસાબેન માધડ દ્વારા વિભાગ ને વધુ આધુનિક બનાવવા પાંચ ટ્રેકટર, છોટા હાથી તેમજ આધુનિક સાધન સામગ્રીની માંગ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.