તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ગોંડલમાં સફાઈ ઝુંબેશ સાથે પ્રી-મોન્સૂન કામગીરી શરૂ

ગોંડલ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
મોસમે કરવટ બદલતાં સેનિટેશન વિભાગ જાગ્યું, યુધ્ધના ધોરણે કામગીરી આરંભી. - Divya Bhaskar
મોસમે કરવટ બદલતાં સેનિટેશન વિભાગ જાગ્યું, યુધ્ધના ધોરણે કામગીરી આરંભી.
 • પાલિકાના સેનિટેશન વિભાગને મોસમ બદલતાં અચાનક સાફસફાઇ યાદ આવી

ગોંડલ નગરપાલિકા સેનિટેશન વિભાગ દ્વારા દિવસ રાત સફાઈ ઝુંબેશ હાથ ધરી શહેરને સ્વચ્છ બનાવવા તરફ કાર્યવાહી કરવામાં આવી રહી હોય ભર ઉનાળા દરમ્યાન વાતાવરણ પલટવાની સાથોસાથ હળવા ભારે વરસાદી ઝાપટા વરસી રહ્યા હોય પ્રિ મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે.

નગરપાલિકાના સેનિટેશન શાખાના ચેરમેન પદે હંસાબેન માધડે 50થી વધુ સફાઈ કામદારોની ભરતી કરી દિવસ રાત સફાઈ ઝુંબેશ હાથ ધરી છે. ભરઉનાળે પ્રી-મોન્સૂન કામગીરી શરૂ કરી દેવાઇ છે જેમાં કચરાથી ભરાયેલી ભૂગર્ભ ગટરો અને બુગદાઓને પ્રાધાન્ય આપી સફાઈ શરૂ કરી દેવાઇ છે.

સફાઈ કામદારોની ટીમ ઇન્સ્પેક્ટર કેતનભાઈ મકવાણા, સબ ઇન્સ્પેક્ટર ચિરાગભાઈ શ્યારા, રવીભાઈ જોષી, ચંદુભાઈ, નાનજીભાઇ ચાવડા, ચિરાગભાઈ પ્રફુલ્લભાઈ રાજયગુરુની સાથે સમગ્ર શહેરમાં ફરી વળી ચોમાસા પહેલા જ પ્રિ મોન્સૂન કામગીરી પુરી કરી દેવાની નેમ છે. આ ઉપરાંત સેનિટેશન ચેરમેન હંસાબેન માધડ દ્વારા વિભાગ ને વધુ આધુનિક બનાવવા પાંચ ટ્રેકટર, છોટા હાથી તેમજ આધુનિક સાધન સામગ્રીની માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો