સરપ્રાઇઝ ચેકિંગ:ગોંડલ સબજેલમાં સ્ક્વોડ ત્રાટકી માથાભારે કેદીઓને આકરો ડોઝ

ગોંડલ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપ્રાઇઝ ચેકિંગમાં લુખ્ખી ચલાવતા 15થી 17 કેદી પર તવાઇ

છેલ્લા કેટલાક સમયથી માથાભારે કેદીઓને લઈને ચર્ચામા રહેલી ગોંડલની સબજેલમાં વિધાનસભા ચુંટણીઓ અને આચારસંહિતાને અનુલક્ષીને આજે ડીવાયએસપી ઝાલા, એસઓજી પીઆઈ જાડેજા, એલસીબી પીઆઈ ઓડેદરા, સીટી પીઆઇ સાંગાડા ઇન્ચાર્જ જેલર ધમભા રાણા સહિતની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી જેલમા લુખ્ખી ચલાવતા કેટલાક માથાભારે કેદીઓના સીન વીખી નાખી સપાટો બોલાવતા કેદીઓમા ફફડાટ મચી જવા પામ્યો હતો.

સબજેલમાં છેલ્લા કેટલાક સમયથી માથાભારે કેદીઓએ ઉપાડો લીધો હોય જેલ કમઁચારીઓએ આ કેદીઓના ત્રાસની વિગતો સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી હતી. જલ્સાજેલ તરીકે ઓળખાતી સબજેલ હમેંશા કઇને કઇ ઘટનાને લઈને ચર્ચામા રહેતી હોય આજે સ્કોડ દ્વારા કડક હાથે ચેકિંગ હાથ ધરાયુ હોય સબજેલમા સન્નાટો બોલી જવા પામ્યો હતો. જોકે ચેકિંગ દરમિયાન કોઈ પ્રતિબંધિત વસ્તુઓ હાથ લાગી નથી. થોડા દિવસ પહેલા સ્કોડ દ્વારા પંદરથી સતર જેટલા બાહુબલી ગણાતા કેદીઓને ખાખીનો આકરો ડોઝ આપવામાં આવતા કહેવાતા બાહુબલી ઢીલાઢફ બની ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...