તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:દેરડી કુંભાજી ગામમાં સ્વયંભૂ કર્ફ્યૂં

ગોંડલ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
લોકોએ બહાર નીકળવાનું ટાળી જાગૃતિ બતાવી - Divya Bhaskar
લોકોએ બહાર નીકળવાનું ટાળી જાગૃતિ બતાવી
 • અડધા દિવસના લોકડાઉનમાં પરિણામ ન મળતા વધુ સાત દિવસ રહેશે બંધ
 • વિરોધ પક્ષ દ્વારા કરાયેલી રજૂઆતને ગામના સરપંચે અમલમાં લીધી

ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી) ગામે છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોનો હાહાકાર મચી જવા પામ્યો છે.ગામમા મૃત્યું આંકમાં પણ વધારો જોવા મળ્યો છે.કોરોનાને લઈને દેરડી(કુંભાજી) ગામે છેલ્લા 15 દિવસથી બપોરના 1 વાગ્યા બાદ ગ્રામ પંચાયત દ્વારા દેરડી(કુંભાજી)માં લોકડાઉન કર્યું હતું. આ અંગે ગ્રામ પંચાયતના વિરોધ પક્ષના સભ્યો દ્વારા સરપંચ શૈલેષભાઈ ખાતરાને રજૂઆત કરીને ગામમાં તાત્કાલિક સંપૂર્ણ લોકડાઉન કરવાની માંગ કરતા સરપંચે બીજા જ દિવસે ઈમરજન્સી ગ્રામ પંચાયતની મિટીંગ બોલાવી હતી અને મિટીંગમાં સર્વાનુમતે ફરતો ઠરાવ કરીને આજ રોજ બપોર બાદ 3 વાગ્યાથી તારીખ-3થી આગામી તારીખ 10 સુધી ગામમાં 7 દિવસનું સંપૂર્ણ લોકડાઉન કર્યું છે.

દેરડી(કુંભાજી) ગામે સાત દિવસના સંપૂર્ણ લોકડાઉન અંગે તેમનું કડક પાલન કરાવવા માટે તાલુકા મેજિસ્ટ્રેટ તેમજ પોલીસ સહિતના લોકોને સરપંચ દ્વારા પત્ર પાઠવીને અમલ કરવાનું જણાવ્યુ છે. ત્યારે દેરડી(કુંભાજી) ગામે હોસ્પિટલ,મેડીકલ ઈમરજન્સી સુવિધા રાબેતા મુજબ અને દુધની ડેરી સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી અને સાંજના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી તેમજ ફ્રુટના વેપારીઓને સવારથી બપોરના 1 વાગ્યા સુધીની છૂટ આપી છે.

આ સાથે ઈમરજન્સી સુવિધાઓ સિવાયની તમામ સુવિધાઓ બંધ રાખી છે.આ ઉપરાંત દેરડી ગામે ઘણા લોકો ખાનગી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાની મહામારી વચ્ચે વ્યાપક પ્રમાણમાં દર્દીઓ આવતા હોવાથી ગામની તમામ ખાનગી સરકારી હોસ્પિટલો,મેડીકલ સ્ટોર સહિતની વસ્તુઓ રોજીંદા સેનીટાઈઝર કરવાની માંગ કરતા તે પણ સ્વીકારાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો