તસ્કરી:માંડણ કુંડલાના મંદિરમાં તસ્કરોનો તરખાટ, દાગીના અને રોકડની ચોરી

ગોંડલ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસ્કરોના સગડ મેળવવા પોલીસે કવાયત આરંભી. - Divya Bhaskar
તસ્કરોના સગડ મેળવવા પોલીસે કવાયત આરંભી.
  • તસ્કરો સોના-ચાંદીના છતર અને દાગીના સહિત 4 લાખની મતા ઉસેડી ગયા

ગોંડલ તાલુકાના માંડણકુંડલા ગામે આવેલા પારખીયા પરિવારના કુળદેવી ખોડિયાર માતાજીના મંદિરે તસ્કરોએ ત્રાટકી માતાજીના સોના-ચાંદીના છત્ર દાગીના તેમજ રોકડ રકમ મળી રૂપિયા ચાર લાખના મુદ્દામાલની ચોરી કરી જતા પરિવારના વડીલ બંધુ કે જેઓ નિત્ય સેવા પૂજા માટે આવતા હતા તેમને દરવાજો તૂટેલો દેખાતાં પોલીસને જાણ કરી હતી. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.

ખોડીયાર માતાજીના મંદિરમાં ચોરીના બનાવ અંગે મનસુખભાઈ પારખીયાએ જણાવ્યું હતું કે વહેલી સવારે પારખિયા પરિવારના વડીલબંધુ સેવા પૂજા કરવા આવતા મંદિરનો સ્ટીલનો મુખ્ય દરવાજો અને બીજો લાકડાનો દરવાજો તૂટેલો જણાયો હતો અને અંદર જઈને તપાસ કરતા માતાજીના સોના ચાંદીના છત્ર દાગીના અને રોકડા રૂ. 30,000 મળી કુલ રૂ. ચાર લાખ ના મુદ્દામાલ ની ચોરી થયાનું જાણમાં આવતાં તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ સ્ટાફે આવી તપાસ હાથ ધરી હતી અને તસ્કરોના સગડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...