ચોરના નિશાને સ્કૂલ:ગોંડલમાં શાળાના રૂમના તાળા તોડી તસ્‍કરો ત્રાટક્યાં, વાસણો તથા કોમ્‍પ્‍યુટર સહિતના સાધનોની ચોરી

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોંડલ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓનું એપી સેન્ટર ગણાતા એવા તાલુકા શાળાના ગ્રાઉન્ડમાંથી અનેકવાર સૌરાષ્ટ્રભરમાં ચોરી કરનાર શખ્સો ઝડપાતા હોય છે. ત્યારે તાલુકા શાળાના ગ્રાઉન્ડ નજીક આવેલા શાળામાંથી જ ચોરીની ઘટના બનતા પોલીસે તપાસના હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલમાં ગુલમહોર રોડ ઉપર આવેલ શાળા નં.1 ના કંમ્‍પાઉન્‍ડમાં આવેલ રસોડાનાં રૂમનો તસ્‍કરોએ દરવાજો તોડી અંદરથી અલગ-અલગ વાસણો તેમજ રૂમ નં. 4 ની બારી તોડી કોમ્પ્યુટરનું સીપીયુ નંગ-5, મોનીટર નંગ-8, પ્રિન્‍ટર તથા પ્‍લાસ્‍ટીકની ખુરશી નંગ-12 મળી કુલ 18,300/- નો મુદામાલ ચોરી કરી જતા સ્‍કુલના ફોરમબેન ઉપાધ્‍યાયે ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્‍યા શખ્સો સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં ચોરીની ઘટનાને અંજામ આપતા કેટલાક શખ્સો ગોંડલમાં રહે છે
અત્રે એ ઉલ્લેખનીય છે કે ગોંડલ શહેરની ગોંડલી નદીના પટમાં અને તાલુકા શાળાના ગ્રાઉન્ડ નજીક રહેતા કેટલાક શખ્સો દ્વારા સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં ચોરીની ઘટના અંજામ આપવામાં આવતો હોય છે તો તેવા લોકોની ઉપરોક્ત શાળામાં ચોરીની ઘટનામાં સંડોવણી છે. તે અંગે પણ ચર્ચાઓ થવા લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...