ગોંડલ તાલુકા પોલીસે એક બાઈક અને 2 મોબાઈલ સાથે એક ઈસમ અને એક બાળકિશોરને ઝડપી પાડ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ત્યારે ગોંડલ તાલુકાના PSI એમ.એચ. ઝાલા સહિતનો પોલીસ સ્ટાફને બાતમી મળતા ગોંડલ તાલુકાના મોવિયા-શ્રીનાથ ગઢ રોડ પરથી એક શખ્સ પાર્થ ભરતભાઈ વાઘેલા રહે. ભોજરાજપરા શેરી નં 20 ગોંડલ વાળા અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરને 2 મોબાઈલ કિંમત રૂ.1 હજાર અને એક સ્પ્લેન્ડર કિંમત રૂ.25 હજાર મળી કુલ 35 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બન્ને શખ્સોએ બાઈકની ચોરી કરી હોવાનું કબુલ્યું
બાઈક ચોરી કરનાર પાર્થ ભરતભાઇ વાઘેલા અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળઆરોપી બન્નેએ સાથે મળીને આશરે દોઢ મહિના પહેલા ગોંડલ શહેરના જેતપુર રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે પાનની દુકાન પાછળની કાળા કલરનું સ્પ્લેન્ડર બાઈકની ચોરી કરી હતી. એ બાઈક પાર્થના ઘરે રાખી કાળા કલરના બાઈક પર સિલ્વર કલર પોતાના હાથે કલર કરેલું હોવાની કબૂલાત આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.