પિતા પુત્રએ પોલીસ સામે ગેરવર્તન દાખવ્યું:ગોંડલ ખાતે ચેકિંગમાં ઉભેલા પોલીસ સાથે બૂમાબૂમ અને ધક્કા મૂક્કી કરી; ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગત તા.31 ડિસેમ્બરની રાત્રે નબીરાઓને પાઠ ભણાવવા માટે ગોંડલ સીટી પોલીસના પી.એસ.આઇ અને સ્ટાફ આશાપુરા ચોકડીએ ચેકિંગમાં ઊભા હતા. ત્યારે સહજાનંદ નગરમાં રહેતો એક શખસ નશીલી હાલતમાં ઝડપાતા તેને રોક્યો હતો. તેને છોડાવવા તેના પિતાએ દોડી આવી પોલીસ સામે બૂમાબૂમ સાથે ધક્કા મૂકી કરી ફરજમાં રૂકાવટ કરતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

પિતા પુત્ર સામે ફરિયાદ નોંધી
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ સીટી પોલીસમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા આર એલ ગોયલએ સહજાનંદ નગરમાં રહેતા બ્રિજરાજસિંહ અને તેના પિતા પ્રદિપસિંહ કિરીટસિંહ ચુડાસમા વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અંગેની આઇપીસી કલમ 186, 114 તથા એમવી એક્ટ કલમ 185 અને પ્રોહિબિશન એક્ટ કલમ 66 મુજબની ફરિયાદ નોંધી હતી.

ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી
પીએસઆઇ દ્વારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, તે અને અન્ય પોલીસ સ્ટાફ આશાપુરા ચોકડીએ 31 ડિસેમ્બરની રાત્રે ચેકિંગમાં ઊભા હતા. ત્યારે બ્રિજરાજસિંહ બોલેરો જીપમાં નીકળતા તેને રોકી તપાસ કરતા તે નશીલી હાલતમાં જણાયા હતા. તેને છોડાવવા થોડીવારમાં તેના પિતા પ્રદિપસિંહ પણ દોડી આવ્યા હતા. બંને પિતા પુત્રએ પોલીસની ફરજમાં રૂકાવટ સાથે ધક્કામૂકી કરી ચાલ્યા ગયા હતા. બાદમાં તેઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...