દુર્ઘટના:ગોંડલના અરડોઇ પાસે ડેમમાં ડૂબી જતાં શાપરના યુવાનનું મોત

ગોંડલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર યુવાન ગરમીથી ત્રાસી ઠંડક મેળવવા આવ્યા હતા

નર્મદાના નીરથી ગોંડલના જળાશયો ભરવામાં આવી રહ્યા હોય અરડોઇ ગામ પાસે આવેલા ડેમના પાણીમાં શાપરથી નહાવા આવેલા ચાર મિત્રોમાંથી એક યુવાનનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. ગોંડલના ફાયર ફાઈટર તરવૈયાઓએ દોડી જઈ યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે ખસેડયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ સાપર ખાતે હાઉસિંગ સોસાયટીમાં રહેતા સંદીપ જગદીશભાઈ સરવાણીયા (ઉંમર વર્ષ 18) અન્ય ત્રણ ચાર મિત્રો સાથે કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવવા અરડોઇ પાસેના ડેમમાં નહાવા માટે આવ્યા હતા દરમિયાન સંદીપને તરતા આવડતું ન હોય ઊંડા પાણીમાં ગરક થઈ જતા ગોંડલ નગરપાલિકા ફાયર સ્ટેશનને જાણ કરાતા મહાવીરસિંહ જાડેજા, વીરુભા જાડેજા, કિશોરભાઈ ગોહેલ, જયેશભાઈ સોજીત્રા તેમજ હર્ષિલભાઈ ચૌહાણ સહિતના દોડી ગયા હતા અને યુવાનના મૃતદેહને ઊંડા પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...