ઠગની ધરપકડ:પત્રકારના નામે અનેક જગ્યાએ તોડ કરનાર અને દેશી દારૂની ભઠ્ઠી ચલાવનારને શાપર પોલીસે ઝડપી પાડ્યો

ગોંડલ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં લઠ્ઠાકાંડમાં અનેકના મૃત્યુ થયા છે ત્યારે રાજકોટ જિલ્લામાં સૌપ્રથમ વાર 12 જેટલા કેસો શાપર પોલીસે પકડી પાડ્યા હતા ત્યારે વધુ કેસ સામે આવ્યો છે જે મુજબ ઇબ્રાહિમભાઇ રજાકમાઇ ખોખર નામનો આરોપી પોતે પત્રકાર હોવાનુ જણાવી પ્રોહિબીશનને લગતા ધંધો કરતો હોવાનુ સામે આવ્યુ છે.

શાપરમાં બોગસ પત્રકાર દારૂની ભઠ્ઠી ચલાવતો ઝડપાયો
રાજકોટ જિલ્લા એસ.પી. જયપાલસિંહ રાઠોડ, ગોંડલ ડિવિઝન DYSP પી.એ.ઝાલા, સી.પી.આઈ. ગોસાઇના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.એ.ગોહીલ સહિત ની ટીમે પારડી ગામેથી દેશીદારૂ બનાવવાની ભઠ્ઠીમા મુખ્ય સુત્રધાર તરીકે રંજનબેન મકવાણાની અટકાયત કરવામાં આવી હતી ત્યારે વિગતો બહાર આવી હતી કે રંજનબેન સાથે અનૈતીક સંબંધ ધરાવના ઇબ્રાહિમભાઇ રજાકમાઇ ખોખર અવાર-નવાર તેણીના ઘરે આવતો હોય અને આ દેશીદારૂની ભઠ્ઠીમા તેની સાથે ભાગીદાર તરીકે હોવાનુ જાણવા મળ્યુ હતું તેથી પ્રોહિબીશનને લગતા ઘણા બધા કેસોની આરોપી રંજનબેનને ત્યા રેઇડ થયેલ ત્યાર બાદથી આ ઇબ્રાહિમભાઇ ભાગતો ફરતો હતો.

પોલિસે આરોપી સહિત મુદ્દામાલ કર્યો જપ્ત
પોલિસ સર્વેલન્સ સ્ટાફના માણસો પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન મળેલ હક્કીત આધારે ઇબ્રાહિમભાઇ ધોરાજી હોવાની હક્કીકત મળતા તેને પોલીસે પકડી પાડ્યો હતો. સાથે પોલીસે 1500/-ની કિંમતનો દેશીદારૂ, 3600/-ની કિંમતનો દારુ બનાવાનો આથો તેમજ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનોની કિંમત રુપિયા 6950/-, પ્લાસ્ટિકના તથા લોખંડના નાના-મોટા બેરલ મળી કુલ કીંમત રૂપિયા 13,250/- નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

બોગસ પત્રકાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઇ​​​​​​​
આરોપી ઇબ્રાહિમભાઇની અટકાયત બાદ પુછપરછ કરતા પોતે દેશીદારૂ બનાવવાની ભઠ્ઠીમા ભાગીદાર હોવાની કબુલાત કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શાપર વિસ્તારમા ઘણી બધી જગ્યાએ ખરાબાની જમીનોમા ગેરકાયદેસર કેબીનો રાખી માસ મટનના ધંધા કરતો હોય તેમજ પ્રોહિબીશનને લગતા ધંધો કરતો હોવાનુ પણ સામે આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...