દરોડો:ગોંડલ માર્કેટિંગ યાર્ડ સામે જુગાર રમતાં સાત ઝડપાયા

ગોંડલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ વિજિલન્સની ટીમનો દરોડો

ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડ સામે સીટી કોમ્પ્લેક્ષ સામે હાઈવે પર વરલી મટકાના આંકડાનો હારજીતનો જુગાર રમતા જુગારીઓ પર સ્ટેટ વિજિલન્સની ટીમે ધોંસ બોલાવી હતી અને પોલીસે સાત ઈસમને ઝડપી પાડ્યા હતા. જ્યારે ત્રણ શખ્સ ફરાર થઈ જવા પામ્યા હતા. સ્ટેટ વિજિલન્સ પોલીસે વરલી મટકાનો આંકડા લેતા જીતેન્દ્ર મનોજભાઈ ગાંગડીયા,ઘનશ્યામ ભરતભાઈ હરિયાણા તેમજ પાંચ વરલીના આંકડા લખાવવા આવેલ મળીને કુલ સાત વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા

તેમજ રોકડા રૂપિયા 27,240, મળીને કુલ 1,59,190/-નો મુદ્દામાલ કબ્જે કરીને ઈસમો સામે કોરોના ટેસ્ટની કામગીરી હાથ ધરી હતી.તો બીજી તરફ સ્ટેટ વિજિલન્સ પોલીસના દરોડા દરમિયાન વસીમ જુસબભાઈ લાખાણી,એજાજ જુમાભાઈ લાખાણી તેમજ મોબાઈલ મૂકીને નાશી જનાર અજાણી વ્યક્તિ સહિતના 3 ઈસમો ફરાર થઈ જતા તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...