તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગારીઓમાં ફફડાટ:ગોંડલથી વાછરા જવાના રસ્તે જુગાર રમી રહેલા સાત પત્તાંપ્રેમી ઝડપાયા

ગોંડલ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીમાં જુગારના બે દરોડામાં આઠ આરોપી ઝડપાયા, ચાર ફરાર

ગોંડલ શહેરથી વાછરા ગામે જતા કાચા માર્ગ ઉપર પીપળના ઝાડ નીચે ચાલતી જુગાર મંડળી ઉપર એલ.સી.બી પોલીસે દરોડો પાડી સાત પાના પ્રેમીઓને રૂપિયા 43500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

એલસીબી પી. આઈ. ગોહિલ, પીએસઆઇ રાણા, એએસઆઇ મહેશ ભાઈ જાની, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, પ્રહલાદ સિંહ રાઠોડ, રૂપકભાઈ બોહરા સહિતનાએ બાતમીના આધારે વાછરા રોડ પર જુગાર રમતા સ્થળ ઉપર દરોડો પાડી જુગાર રમી રહેલા મહેશ ગોહેલ, લાલજી ગોહેલ, રાકેશ માંડાણી, રાજેશ કાળુભાઈ ભાડ રહે ભગવત પરા દોમડીયા સોસાયટી, સંજય લાલજીભાઈ કારેણા રહે ભગવત પરા શેરી નંબર 7, ગોપાલ કાંતિભાઈ ઝુંડાળા રહે ભગવત પરા વિઠ્ઠલવાડી તેમજ સુરેશ રવજીભાઈ પાથર રહે ભગવત પરા પટેલ સોસાયટી શેરી નંબર 5 વાળાઓને રૂપિયા 43500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી તાલુકામાં તથા શહેરમાં જુગારના બે દરોડામાં પોલીસે આઠ શકુનીને ઝડપી પાડયા હતા, જયારે ચાર શખ્સો પોલીસને જોઇ નાસી છૂટયા હતા. પોલીસે તમામ સામે કાર્યવાહી આરંભી છે. મોરબી એલસીબીએ બાતમીના આધારે તાલુકાના નીચી માંડલ ગામે દિલીપ વલમજી કુંડારીયાની વાડીમાં દરોડો પાડયો હતો જેમાં દિલીપ ઉપરાંત અશ્વિન મનસુખ અઘારા, ભાવેશ ભગવાનજી મેરજા, ભગવાનજી રૂપા અમૃતિયા, હરેશ ગોવિંદ મેરજા, રાજેન્દ્ર બેચર આદ્રોજા તથા હરીશ ઉર્ફે હસુ થોભણ દેત્રોજાને જુગાર રમતા રંગેહાથે ઝડપી પાડયા હતા.

પોલીસે આ શખ્સો પાસેથી રૂપિયા ૨૪૨૫૦૦ ની રોકડ રકમ કબજે કરી છે બીજા બનાવમાં શહેરના ખત્રીવાસમાં વઢવાણીયા શેરીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો એ ડિવિઝન પોલીસને જોઈને નાસી છૂટયા હતા જેમાંથી રમેશ મનહરને પકડવામાં પોલીસ સફળ રહી હતી અને રૂપિયા ૧૨૦૦૦ ની રોકડ કબજે કરી અન્ય આરોપીઓની શોધખોળ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...