તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલ:એસટી ડેપોના કર્મીઓ અને પરિવારજનો માટે સેવાયજ્ઞ

ગોંડલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે આસિ. ટ્રાફિક ઇન્સ્પેકટરની પહેલ
  • 1 માસમાં રૂ.50 હજારથી વધુની 500 કર્મીને મદદ

રાજકોટ વિભાગીય કચેરીમાં આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા મુકેશસિંહ જાડેજા અને આર.પી.સોલંકીએ અનોખા સેવાયજ્ઞનો પ્રારંભ કરાયો છે. તેઓ કોરોનાગ્રસ્ત કર્મચારીઓ, તેના પરિજનોને હોસ્પિટલમાં દાખલ થવું, ઓકિસજન સિલિન્ડર, દવાઓ, સારવાર, રેમડેસિવિર ઈન્જેકશન સહિતની મદદ કરી રહ્યાં છે એટલું જ નહીં પણ કમનસીબે કોઈ કર્મચારીનું કોરોનાથી અવસાન થાય તો અંતિમક્રિયાની કાર્યવાહીમાં સહયોગ આપે છે.

કોરોનાને કારણે અવસાન પામેલા કર્મચારીઓના કુટુંબીજનોને મદદરૂપ થવા તેમણે જરૂરી ભંડોળ માટે અપીલ કરતાં કર્મચારીઓ પોતાનો ફાળો નોંધાવી રહ્યાં છે. ઉપરોક્ત કર્મચારીઓ દ્વારા સેવા યજ્ઞમાં રાજ્યના 16 વિભાગ, 125 ડેપોને આવરી લેવામાં આવ્યા છે, સૌરાષ્ટ્ર ઝોનના 5 વિભાગમાં કર્મચારીઓ માટે મદદ ની પેટી પણ મૂકવામાં આવી છે. જેના થકી એકત્રિત થનાર ફંડ એસટીના જરૂરિયાત મંદ કર્મચારી પરિવારને મદદ પહોંચાડવામા આવશે તેવું જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...