ગોંડલમાં વિશ્વ નર્સ દિવસે પ્રજાપિતા બ્રહ્માકુમારી કેન્દ્રના ભાવનાદીદી, શીતલદીદી દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે નર્સ તરીકે ફરજ બજાવનારને સન્માનપત્ર તેમજ મીઠાઈ સાથે ગુલાબનું ફૂલ આપી તેમની સેવાઓ બદલ સન્માન કર્યું હતું. આ પ્રસંગે અધિક્ષક ડો.બી.એમ.વાણવી,ડો.ગઢિયા, મેટરન કારીયા, હિતેશભાઈ દવે, ધર્મેશભાઈ કોઠારી વગેરેની ઉપસ્થિતિમાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા કેક કાપી,દીપ પ્રગટાવી વિશ્વ નર્સ દિવસની ઉજવણી કરી હતી.
ભાવનાદીદી દ્વારા હોસ્પિટલ માં દર્દીઓની સેવા કરતા તમામ સેવાકર્મીઓની સેવાને બિરદાવવા સાથે તેમનું અને પરિવારનું સ્વાસ્થ્ય સદાય સારું રહે તેવી શુભેચ્છા પાઠવી.ડો.ગઢિયાએ તમામ સ્ટાફ એ ગત બે વર્ષની કોરોના મહામારીમાં નર્સ બહેનો અને આરોગ્ય કર્મચારીઓએ બજાવેલ સેવાઓને બિરદાવી હતી.અને કોરોના દરમ્યાન જે આરોગ્ય કર્મચારીઓ અને ડોકટર્સએ લોકોની સેવા કરતા પોતાનું જીવન ગુમાવ્યું તેમને યાદ કર્યા હતા.
હિતેશભાઈ દવેએ જણાવ્યું કે દર્દીની જે સેવાઓ આરોગ્ય કર્મચારી દ્વારા કરવામાં આવે છે તે દરિદ્રનારાયણની પૂજા અને પ્રાર્થના સમાન કામગીરી છે. અને આ સેવા કરવામાં હંમેશા તમે ઈશ્વરની સેવા કરો છો તેવો અભિગમ રાખશો તો તમને તમારી ફરજ બજાવવામાં વિશેષ આનંદ અને સંતોષ મળશે. હોસ્પિટલના મેઇલ નર્સ સોહિલભાઈએ સમગ્ર કાર્યક્રમ સંચાલન કર્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.