ખંભાલિડા પાસે આવેલી પ્રાચીન બૌધ્ધ ગુફાઓના લીધે ગોંડલ તાલુકાનુ ખંભાલીડા વિશ્વ ફલક પર પ્રસિધ્ધિ પામ્યું છે.અહીં પક્ષીઓ નુ મોટુ અભયારણ્ય છે.રોજીંદા હજારો પક્ષીઓ અહીં મહેમાન બનીને આવે છે ત્યારે ચણની વ્યવસ્થા થોડી મુશ્કેલ બની રહી હોઇ, સરપંચએ દાતાઓને આગળ આવવા અપીલ કરી છે.
હાલમાં જંગલો કપાઇ રહ્યા છે અને આડેધડ સિમેન્ટ કોંક્રિટના જંગલો ખડકાઈ રહ્યા છે. ત્યારે પક્ષીઓ માટે ખોબા જેવડુ ખંભાલીડા ગામ ડુંગરાઓ તથા લીલીછમ હરિયાળી પ્રકૃતિથી 'મીની કાશ્મીર' ગણાય છે. અહીં પક્ષીઓને કુદરતી પ્રકૃતિ મળે છે.
અહી બૌધ્ધગુફા પાસે ગ્રામ પંચાયત દ્વારા પક્ષી અભયારણ્ય વિકસાવવામાં આવ્યુ છે. મહિલા સરપંચ પ્રફુલ્લાબા વિક્રમસિંહ જાડેજા દ્વારા પક્ષી અભયારણ્યની માવજત કરાઇ રહી છે. રોજ અહીં ત્રણ થીચાર હજાર કબુતર,200 જેટલા મોર તથા પાંચસો જેટલા બતક મહેમાન બને છે.
ત્યારે આ પક્ષીઓ માટે દરરોજ જીણી મકાઇ, જાર, બાજરો જેવી આઠથી દશ મણ ચણની જરુરીયાત રહે છે. નમ્રમુની મહારાજ તરફ થી દર મહીને બસ્સો મણ ચણની વ્યવસ્થા કરાઇ છે.રાજકોટ અને અમદાવાદના સદગૃહસ્થ તરફથી પણ ચણ માટે મદદ કરાઇ રહી છે. તેમ છતાંં પંખીઓની સંખ્યા વધુ હોઇ પ્રકૃતિના ખોળે પનાહ લઇ રહેલા પંખીઓ માટે દાતાઓ આગળ આવે તેવી અપીલ મહિલા સરપંચે કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.