તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:‘સગપણમાં મોડું કેમ કરો છો’ કહી યુવાને ફાંસો ખાધો, સારવારમાં

ગોંડલ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાને જીવાપર જઈ મામા સાથે ઝઘડો કર્યો
  • મામાની દીકરી સાથે સગાઇની વાત ચાલતી’તી

ગોંડલના પાંચિયાવદરમાં રહેતા યુવાનને સગપણ અને લગ્નની એવી તો ઉતાવળ આવી ગઇ હતી કે જેની સાથે લગ્નની વાત ચાલતી હતી તે મામાની દીકરી સાથે જલદી સગપણ કરી દેવા તેણે મામા સાથે ઝઘડો કર્યો અને આટલું અોછું હોય તેમ ઘરે આવીને ફાંસો ખાઇ જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પરિવારજનો જોઇ જતાં તેને નીચે ઉતારી લીધો હતો અને રાજકોટ સિવિલમાં ખસેડ્યો હતો.

ગોંડલના પાંચીયાવદર ગામે રહેતાં હિતેષ ચનાભાઇ ધાધલ (ઉ.વ.28) બુધવારે રાતે 11 વાગ્યે પંખાના હુકમાં દોરડુ બાંધી ફાંસો ખાઇ લેતાં પરિજનો જોઇ જતાં બચાવી લીધો હતો. તેને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો છે. હિતેષ બે ભાઇ અને એક બહેનમાં નાનો છે. તે સેન્ટીંગ કામ અને કડીયા કામની મજૂરી કરે છે. હિતેષનું સગપણ જીવાપર રહેતાં મામાની દિકરી સાથે કરવાની વાત ચાલે છે. પણ હાલ કન્યાની ઉમર થોડી ઓછી હોઇ સગપણ પાછું ઠેલાયું છે. હિતેષ મામાના ઘરે જઇ સગપણમાં મોડુ કેમ કરો છો? કહી ઝઘડો કર્યો હતો. એ પછી પાંચીયાવદર ઘરે આવીને ફાંસો ખાઇ લીધો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...