તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:અનિડા ભાલોડી ગામને વેક્સિનના પૂરા ડોઝ ન મળતા સરપંચનું ઉપવાસ આંદોલન

ગોંડલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગણતરીની કલાકોમાં જ આરોગ્ય તંત્ર દોડતું થયું અને વેક્સિન પૂરી પાડવાની ખાતરી આપી

ગોંડલના અનિડા ભાલોડી ગામે છેલ્લા કેટલાક દિવસથી પૂરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો આવતો ન હોય તંત્રની સામે રોષે ભરાઈ સરપંચે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. બપોર બાદ આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું હતું અને વેક્સિન પૂરું પાડવાની ખાતરી આપી સરપંચને પારણા કરાવ્યા હતા.

અનિડા ભાલોડીના સરપંચ સામતભાઈ બાંભવાએ જણાવ્યું હતું કે વેક્સિનેશન માટે અનિડા ભાલોડીના આગેવાનો અને ગ્રામજનોએ ખૂબ મહેનત કરી છે, કોરોનાની સામે પણ તકેદારી રાખવામાં આવી રહી છે, વેક્સિનેશન લગાવવા માટે રોજિંદા વ્યાપક પ્રમાણમાં ગ્રામજનો લાઈનમાં ઉભા રહે છે પરંતુ પૂરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો મળતો ન હોય લોકોને પારાવાર યાતનાઓ નો સામનો કરવો પડતો હોય અનેકવાર ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં પણ યોગ્ય નિરાકરણ ન આવતાં તેઓ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેને સંપૂર્ણ ગ્રામજનો સાથ સહકાર મળી રહ્યો છે તેઓએ વધુમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...