• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Gondal
  • Sanitation Branch Of Gondal Municipal Corporation Conducted Cleaning Campaign In Ashapura Dam, Cleaning Work Will Be Carried Out In Setubandh Dam And Check Dam In Coming Days.

સફાઈ અભિયાન:ગોંડલ નગરપાલિકા સેનિટેશન શાખા દ્વારા આશાપુરા ડેમમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી, આગામી દિવસોમાં સેતુબંધ ડેમ અને ચેકડેમમાં સફાઈ કામ હાથ ધરાશે

ગોંડલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ શહેરના લોકોના જેવા દોરી સમાન આશાપુરા ડેમમાં સમાયાંતરે કેટલા લોકોને અનેકોવાર સમજાવવામાં આવ્યા હોવા છતાં પણ ફૂલ, હાર, શ્રીફળ, નાળિયેરના છોતરા, પ્લાસ્ટિકના ઝબલા સહિત અનેક કચરાઓ ઠાલવવામાં આવતા હોય જે વ્યાપક પ્રમાણમાં વધી જતા ગોંડલ નગરપાલિકા શેનીટેશન શાખાના ચેરમેન હંસાબેન માધળ, પ્રતિનિધિ અનિલભાઈ માધડ અને પાલિકાના સેનિટેશન શાખાના 35 કર્મચારીઓ દ્વારા સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

આ સફાઈ કામગીરીમાં ત્રણ ટ્રેક્ટર તેમજ બે છોટાહાથી ભરાય તેટલો કચરો બહાર કાઢી આશાપુરા ડેમના નીરને શુદ્ધ કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં સેતુબંધ ડેમ અને અને ચેક ડેમોમાં પણ સફાઈ કામ હાથ કરવામાં આવશે તેવું અનિલભાઈ માધડએ જણાવ્યું હતું. સેનિટેશન શાખાની આ કામગીરીની ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાએ પણ સરાહના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...