જાગૃતિ અભિયાન:બેટી બચાવો અને વ્યસન મુક્તિના સંદેશ સાથે યુવાનોની ગોંડલથી સાળંગપુર સાઇકલ યાત્રા

ગોંડલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 16 સાઇકલસવારે 120 કિમીનું અંતર કાપતી વખતે પર્યાવરણ બચાવવાની હિમાયત કરી

સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના જેમના દિલમાં હોય અને ફિટનેસ તેમજ પર્યાવરણનમ જતનની ખેવના જેમના હૃદયમાં લોહી બનીને ધસમસતી હોય તેવા 16 સાયકલવીરોએ ગોંડલથી સાળંગપુર સુધીની સાયકલ યાત્રા કરી અને સાથે સાથે લોકોને બેટી બચાવો, વ્યસનથી દુર રહો અને પર્યાવરણનું જતન કરો તેવા સંદેશ આપી તેના અમલ કરવાની પ્રેરણા આપી હતી અને સાથોસાથ ફિટનેસ જાળવી રાખવા સાયકલિંગ કેટલું ઉપયોગી છે તેની સાબીતી આપી હતી.

ગોંડલ સાઇકલ કલબ દ્વારા બેટી બચાવો,પર્યાવરણ બચાવો અને વ્યસન મુક્તિની જાગરૂકતા સમાજ અને નાગરિકોને સમજાય તેવા શુભ હેતુથી ગોંડલ સાઇકલ કલબના 16 સાઈકલીસ્ટ સભ્યોએ ગોંડલથી સારંગપુરના મંદિર સુધી 120 કિલોમીટરની સાઇકલ યાત્રા યોજવામાં આવી હતી જે યાત્રાને ગોંડલથી આશીર્વાદ અને શુભેચ્છાઓ સાથે તેને પ્રસ્થાન કરાવવા માટે ગોંડલ અક્ષર પુરુષોત્તમ સ્વામી મંદિર કોઠારી સ્વામી,યુવા અગ્રણી જ્યોતિરદિત્યસિંહ જાડેજા,તાલુકા યુવા ભાજપ પ્રમુખ કિશનભાઈ ઠુમર, ગોંડલ શહેર યુવા ભાજપના મહામંત્રી જીગરભાઈ સાટોડીયા,ઉપપ્રમુખ કિરીટભાઈ ગજેરા, સાયકલ ક્લબના કેતનભાઈ ઘૂંટલાં, મહેશભાઈ દુધાત્રાએ તમામ સાઈકલીસ્ટને શુભેચ્છાઓ પાઠવી હતી અને તમામ સાયકલીસ્ટોનું જસદણ સાયકલ ક્લબ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું.

આ યાત્રામાં ઉત્સાહભેર જોડાયેલા સાયકલીસ્ટ મોન્ટુભાઈ ગોહેલ, દીપકભાઈ દેસાઈ, જિમી તળાવિયા, ભાવેશભાઈ કમાણી, અતુલભાઈ ઠુંમર, વિપુલભાઈ કોટડીયા, પારસભાઈ કમાણી, મનીષભાઈ ઝાટકિયા, મનોજભાઈ ધુલીયા, વિપુલભાઈ પાચાણી, ચંદ્રકાન્ત પટેલ, ઋષિ ધુલીયા, રવિભાઈ માકડીયા, જીગ્નેશભાઈ ત્રિવેદી, આલોક તળાવિયા, હર્ષ દુધાત્રા વગેરેને સંતો મહંતો આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...