આત્મહત્યા:આંબરડીમાં સગીરાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

ગોંડલ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માનસિક બીમારીની સારવાર ચાલતી હતી
  • એકની એક દીકરીનાં મોતથી પરિવાર સ્તબ્ધ

ગોંડલ તાલુકાના આંબરડી ગામે રહેતી અને માનસિક બીમારીથી પીડાતી સગીરાએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. સગીરાના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના આંબરડી ગામે રહેતી અને ધો.11 માં અભ્યાસ કરતી પુજા રવજીભાઈ પરમાર (ઉ.વ.17) નામની સગીરાએ સવારે પોતાના ઘરે પંખાના હુંકમાં ચુંદડી વડે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. સગીરા માનસિક બીમારીથી પીડાતી હતી અને તેની સારવાર જામનગર સિવિલ હોસ્પિટલમાં ચાલતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સગીરાના પિતા છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પરિવારમાં એકની એક દીકરીએ ફાંસો ખાઈ લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...