ગોંડલ પાસેના રીબડામાં અમુક શખ્સોએ આતંક મચાવીને પ્રવેશદ્વાર પાસે રાખવામાં આવેલા લોખંડના બેરિયર કોઇ ઉઠાવી ગયા હોવાના અહેવાલો વહેતાં થતાં પોલીસ સાબદી બની હતી અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે આ બાબતને પોલીસે અફવા જ ગણાવી હતી પરંતુ તેમ છતાં રીબડા સંવેદનશીલ ગામ ગણાતું હોવાથી પોલીસે કડક બંદોબસ્ત ગોઠવાયો છે.
રીબડા ગામમાં કારમા આવેલા શખ્શોએ આતંક મચાવી પ્રવેશદ્વાર પાસે રખાયેલા બેરીયર ઉઠાવી ગયાના અહેવાલો વહેતાં થતા વિધાનસભાની ચૂંટણી પછી શાંત પડેલા ગોંડલ પંથકના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. અહેવાલમાં એવી બાબત વહેતી થઇ હતી કે અમુક શખ્સોએ રીબડામાં સ્વ.મહિપતસિંહ જાડેજા પરીવારના દાતા દ્વારા પ્રવેશદ્વારમાં લગાવેલા લોખંડના બેરીયર તોડીને ઉઠાવી ગયા.
જો કે ભારેખમ વાહનો ગામમાંથી પસાર ન થાય અને ભૂતકાળમાં બનેલા અકસ્માતોના બનાવોને ધ્યાને લઇને આ બેરિયર લગાવવામાં આવ્યા હતા. જો કે અમુક હિતશત્રુઓ વિવાદ થાય તે માટે આવા કૃત્યો આચરતા હોવાનું આવ્યું હતું. તાલુકા પી.એસ.આઇ. મહીપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે કોઈ બેરીયર ઉઠાવી ગયુ નથી.તેમ છતાં અત્યારે રીબડામા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.