મદદ:શાસક પક્ષના નેતાએ એમ્બ્યુલન્સની વાત કરી, ગોંડલના રાજવીએ પોતાની ઈનોવા કોરોનાના દર્દીઓ માટે અર્પણ કરી

ગોંડલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇનોવા કારને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં ફેરવીને તંત્રને અર્પણ કરી દીધી હતી. - Divya Bhaskar
ઇનોવા કારને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં ફેરવીને તંત્રને અર્પણ કરી દીધી હતી.
  • આને કહેવાય રાજા, એમ્બ્યુલન્સ ન મળતા પોતાની ઈનોવાની ચાવી તંત્રને સોંપી

ગોંડલ પાલિકાના શાસક પક્ષના નેતાએ રાજવી પરિવારને જાણ કરી કે કોરોનાના દર્દીઓને રાજકોટ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની જરૂર છે, પરંતુ આ સુવિધા ઉપલબ્ધ થઈ શકે તેમ નથી. અલગ અલગ કંપનીઓના શો-રૂમમાં પૃચ્છા કરતા લાંબું વેઈટિંગ હોવાની જાણકારી મળી ત્યારબાદ જ્યોતિન્દ્રસિંહજી જાડેજા જે કાર પોતે ઉપયોગમાં લેતા હતા તે ઈનોવાની ચાવી સરકારી તંત્રને સોંપી દેવાનો નિર્ણય કર્યો અને કહ્યું કે, આ કાર તાકીદે એમ્બ્યુલન્સમાં ફેરવીને કોરોનાના દર્દીને રાજકોટ પહોંચાડવામાં કોઇ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખજો.

ગોંડલમાં કોરોનાની સ્થિતિ શું છે અને દર્દીઓને કોઇ મુશ્કેલી પડે છે કે કેમ તે અંગેની જાણકારી ગોંડલના રાજવી પરિવારના જ્યોતિન્દ્રસિંહજી જાડેજા અને હિંમાશુસિંહજી દરરોજ મેળવતા હતા. શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહે બે દિવસ પહેલા જાણકારી આપી કે કોરોનાના દર્દીઓ માટે એમ્બ્યુલન્સની તાતી જરૂરિયાત છે. નવી એમ્બ્યુલન્સ ખરીદવા માટે રાજવી પરિવારે પ્રયાસ કર્યા પરંતુ મોટાભાગની કંપનીઓમાં લાંબું વેઈટિંગ હતું.

શાસક પક્ષના નેતાએ જે દિવસે એમ્બ્યુલન્સ અંગે વાત કરી તે દિવસે જ્યોતિન્દ્રસિંહજી જાડેજા ઈનોવા કારમાં બહારથી પોતાના મહેલ પર આવ્યા હતા તેઓએ તરત જ કહ્યું કે મારી ઈનોવા કાર તંત્રને અર્પણ કરવી છે. તેને તાકીદે એમ્બ્યુલન્સમાં ફેરવી નાંખો. ત્યારબાદ ભાજપના નેતાઓ અને આરોગ્ય વિભાગના ડો.ગોયલની હાજરીમાં ઈનોવા કાર અર્પણ કરી દેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...