ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશભાઈ મોદી હાલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ૧૪મી ઓગસ્ટને રવિવારે સાંજે તેઓ એ કાગવડ ખાતે ખોડલધામમાં માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
મંત્રી પૂર્ણેશભાઈ મોદી ખોડલધામ પહોંચ્યા ત્યારે સૌ પ્રથમ પ્રાંત અધિકારી કે.વી. બાટીએ પુષ્પગુચ્છથી તેમનું સ્વાગત કર્યું હતું. આ તકે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશભાઈ ટીલાળા, ચીમનભાઈ હપાણી, પ્રવીણભાઈ જસાણી, ગોપાલભાઈ રૂપાપરાએ મંદિરમાં મંત્રી મોદીને ખેસ પહેરાવીને ભાવભર્યું બહુમાન કર્યું હતું. ઉપરાંત અન્ય અગ્રણીઓ સુરેશભાઈ ધામેલિયા, અંજુબેન વેકરીયા, પ્રવીણભાઈ ગજેરા સહિતે મંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ ખોડલધામમાં માતાજી સમક્ષ શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી, તેમજ રાજ્યના પ્રજાજનોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ મંત્રીને મંદિરના વિકાસ તેમજ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ અંગે પરિચય આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.