કાર્યવાહી:ગોંડલમાં રિક્ષાચાલક યુવકનો બે શખ્સ પર છરીથી જીવલેણ હુમલો, બન્ને ઇજાગ્રસ્તોને ગોંડલ સિવિલમાં ખસેડાયા

ગોંડલ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિક્ષા ઊભી રખાવી 3,000 માગ્યા હતા, ચાલક ઉશ્કેરાયો

ગોંડલ શહેરના ચૂનારાવાડ ચોક માં હનુમાનજી મંદિર પાસે માત્ર રૂપિયા 3000 ની ઉઘરાણી બાબતે રિક્ષાચાલક શખ્સે બે યુવાન પર છરી વડે હીચકારો હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. કુંભારવાડા મામાદેવના મંદિર પાસે સાધુ સોસાયટીમાં રહેતા આકાશ વાઘેલાનો જન્મદિવસ હોય ગોવિંદ ઉર્ફે કાલી વિક્રમભાઈ ચૌહાણ, વિજય વિરમભાઈ ભરવાડ, હિતેશ જાદવભાઈ ભરવાડ સહિતના મિત્રો ચુનારાવાડ ચોક હનુમાનજી મંદિર પાસે બેઠા હતા ત્યારે ધર્મેશ ઉર્ફે ધમો બાવાજી રિક્ષા લઈને નીકળતા વિજય ભરવાડે તેને રોકી રૂપિયા 3000ની ઉઘરાણી કરતા બોલાચાલી થવા પામી હતી.

દરમિયાન ધમા બાવાજીએ પેન્ટના નેફામાંથી છરી કાઢી વિજય ઉપર હુમલો કરવાની કોશિશ કરતા વિજય અને આકાશે છરી પકડી લેતા બંને યુવાનો ઘવાયા હતા. બાદમાં સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ધમા બાવાજી વિરુદ્ધ ipc કલમ 324 323 504 506 2 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...