રીબડા ગામે 22 ડિસેમ્બરના રોજ પૂર્વ ધારાસભ્ય દ્વારા જાહેર સભાનું આયોજન કરાયું હતું. ગોંડલ ભ્રષ્ટાચાર નાબૂદી અભિયાનના રાજેશભાઈ લાલજીભાઈ સખિયા દ્વારા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને તાલુકા સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, રીબડાની અંદર જાહેર સભામાં ગોવિંદભાઈ ભગવાનજીભાઈ સગપરિયા નામના વ્યક્તિએ વયોવૃદ્ધ માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા અને તેમના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજાની બદનક્ષી થાય તેવા પુરાવા વિહીન આક્ષેપો કરવામાં આવ્યા હતા અને વાણીવિલાસ કરેલી હતી. એટલે જો તેમની પાસે પુરાવા હોય તો પુરાવા આપવા અન્યથા પુરાવા ન હોય તો માફી જાહેર કરે અને માફી જાહેર કરવામાં તકલીફ હોય તો તેઓ ઉપર ફોજદારી રાહે કાર્યવાહી થાય એ માટે આવેદનપત્ર આપ્યું છે.
વધુમાં રાજેશભાઇ સખીયાએ જણાવ્યું હતું કે, આઠ દિવસની અંદર આમાં કાર્યવાહી થયેલી અમને જણાશે નહી તો આમરણાંત ઉપવાસ ઉપર નાયબ કલેક્ટર સાહેબની કચેરી સમક્ષ શરૂ કરવામાં આવશે. તેવી અંતમાં ચીમકી આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.