વરસાદની ફરી એન્ટ્રી:ગોંડલના વાતાવરણમાં પલટો; દેવચડીમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસયો

ગોંડલ23 દિવસ પહેલા

રાજયમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગોંડલમાં પણ થોડા વિરામ બાદ મેઘરાજા એ ફરી પધરામણી કરી છે. ગોંડલ શહેર અને પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં પણ વાદળછાંયુ વાતાવરણ જોવ મળી રહ્યુ છે.

ગોંડલમાં સર્જાયું અનોખું વાતાવરણ
ગોંડલ શહેરના કેટલાક વિસ્તારોમાં તડકા સાથે વરસાદ પડ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. બીજી તરફ ભવનાથ રાધાકૃષ્ણ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું ગોંડલ તાલુકાના ચોરડી ગામે ભારે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત દેવચડીમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...