તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો નિર્ણય:લેન્ડ ગ્રેબિંગમાં કોંગ્રેસના નેતાના રિમાન્ડ નામંજૂર

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચૂંટણીમાં ઊભા રહ્યા ત્યારે જ ફરિયાદ દાખલ થઈ હતી
  • ગોંડલ પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા

ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના વેજા ગામના રહેવાસી વિક્રમભાઇ ડાંગર દ્વારા એડવોકેટ દિનેશ પાતર તથા અન્યો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટની કલમ ૪, ૫ તથા આઇ.પીસી.ની કલમ ૪૦૬, ૪૨૦, ૪૪૭, ૩૮૪, ૫૦૬, ૧૨૦(બી) મુજબની ફરિયાદ નોંધવામાં આવેલ હતી, જે અનુસંધાને લેન્ડ ગ્રેબિંગ સ્પેશ્યલ કોર્ટના એડી. સેસન્સ જજ કે.ડી. દવેએ પોલીસ દ્વારા માંગવામાં આવેલ પાંચ દિવસના રિમાન્ડ અરજી નામંજૂર કરતો હુકમ ફરમાવ્યો છે.

બનાવની ટુંક હકીકત એવી છે કે કોંગ્રેસ પક્ષના નેતા અને ગોંડલના એડવોકેટ દિનેશભાઇ પાલાભાઇ પાતર તથા અન્ય વિરુદ્ધ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં વેજા ગામના રહેવાસી વિક્રમભાઇ ડાંગર દ્વારા લેન્ડ ગ્રેવિંગ એકટની કલમ ૪, ૫ તથા આઇપીસીની કલમ ૪૦૬, ૪૨૦, ૪૪૭, ૩૮૪, ૫૦૬, ૧૨૦ (બી) ફરિયાદ નોંધવામાં આવેલ હતી. જે ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો મુજબ તેઓએ તેમના ભાગીદાર સાથે મળી ગોંડલ-રના રેવન્યુ સર્વે નં. ૨૯૫ પૈકી ૧ અને ૧ પૈકી રની ઘાચી પાર્ટી તરીકે ઓળખાતી જમીન આશરે ૬ વીઘા રજી. વેચાણ દસ્તાવેથી ખરીદ કરેલ હતી. જે જમીન અંગેનું આરોપીઓએ બોગસ સાટાખાત ઉભું કરી જમીનનો ગેરકાયદેસર કબજો જમાવી કબજો ખાલી કરવા રૂપિયા ૨૩ લાખની ખંડણી માંગેલ હતી અને જો રૂપિયા ૨૩ લાખ ચુકવવામાં નહીં આવે તો એટ્રોસિટીના ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી એડવોકેટ દિનેશ પાતર તથા બીજા આરોપીઓ દ્વારા આપવામાં આવેલ હતી.

ઉપરોકત ફરિયાદ નોંધાયા બાદ દિનેશ પાતરની પોલીસ દ્વારા પ દિવસના રિમાન્ડની અરજી કોર્ટમાં કરવામાં આવેલ હતી, જેમાં હાઇકોર્ટના ચુકાદાઓને ધ્યાને લઇ રિમાન્ડ અરજી નામંજુર કરવામાં આવી હતી ગોંડલ પોલીસ દ્વારા એવી રજૂઆતો કરવામાં આવેલ કે આરોપી ૧૦૭ દિવસ સુધી નાસતા ફરતા હતા અને આરોપી વિરુદ્ધ સી.આર.પી.સી.ની ક્લમ ૭૦ મુજબનું વોરંટ કોર્ટ દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ છે અને આરોપી નાસતા ફરતા હોઇ આરોપીને ભાગેડુ જાહેર કરાવવા સી.આર.પી.સી.ની ક્લમ ૮ર મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમની પાસેથી બીજા આરોપી અંગે પુછપરછ કરવાની છે, અસલ સાટાખત કબ્જે કરવાનું બાકી છે જેવી તમામ રજુઆતો પોલીસ વતી કરવામાં આવેલ હતી.

અન્ય સમાચારો પણ છે...