ગામને મળી વિકાસ કાર્યોની ભેટ:ગોંડલના મોવિયા ખાતે આરસીસી રોડ-પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરાયું; આઠ લાખનાં કામ મંજૂર થયાં

ગોંડલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલના મોવિયા ખાતે જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી આરસીસી તથા પેવરબ્લોકનું યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જયરાજસિંહ જાડેજા (ગણેશભાઈ) દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં આઠ લાખના કામો મંજુર થયેલા છે.

આરસીસી તથા પેવરબ્લોકનું ખાતમુહૂર્ત
આ તકે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, જિલ્લા પંચાયત સદસ્ય લીલાબેન બટુકભાઈ ઠુમ્મર, તાલુકા પંચાયત પ્રમુખ ભાર્ગવભાઈ કિશોરભાઈ અંદીપરા, તાલુકા પંચાયત સદસ્ય મનીષભાઈ ખુટ, તાલુકા યુવા ભાજપ પ્રમુખ કિશન ઠુમ્મર, સરપંચ કંચનબેન રોહિતભાઈ ખૂંટ, પટેલ સમાજના પ્રમુખ કુરજીભાઈ ભાલાળા તેમજ ભુપતભાઇ કાલરીયા તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો, સમાજના સદસ્યો,કાર્યકર્તાઓ, ગ્રામજનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...