ત્રિદિવસીય મહોત્સવ:ગોંડલના પાટ ખીલોરી ગામમાં રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

ગોંડલ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શોભાયાત્રા, સંતવાણી અને લોકડાયરાનું આયોજન

ગોંડલના પાટ ખીલોરી ગામે રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. પ્રાણ પ્રતિષ્ઠા વૈશાખ સુદ ને મંગળવાર, તા. ૧૦-૫-૨૦૨૨ થી વૈશાખ સુદ ૧૦ને ગુરૂવાર તા. ૧૨-૫-૨૦૨૨ ના રોજ ત્રિદીવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.

પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞના મુખ્ય આચાર્ય કાનદાસબાપુ નીમાવત, ગુનાભાઈ હિમતરામબાપુ નીમાવત, ગૌતમ હિમતરામબાપુ નીમાવત, પિયુષ પ્રસાદ જી. વ્યાસ, રામભાઇ ગીરીરાભાઇ વ્યાસ જયારે સંતોની પધરામણીમાં સર્વેશ્વરદાસ બાપુ - ચારણ સમઢીયાળા, ચીંતામણીદાસ બાપુ - મહંત ખાંડિયા હનુમાનજી દાદા સહિતના પધરામણી કરશે. તો આ તકે સર્વેને પધારવા રામજી મંદિર સમિતિ - પાટખીલોરીની યાદીમાં જણાવાયું છે તેમજ બહેન દિકરીઓને તેડાવી લેવા નિમંત્રણ પણ આપવામાં આવ્યું છે.

મુખ્ય મહેમાનમાં કુમાર જયોતિર્મય સિંહજી, નરેશભાઈ પટેલ, પરશોતમભાઈ રૂપાલા, સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય જયેશ રાદડીયા, ગણેશભાઈ જાડેજા, રાજદીપર્સીહ જાડેજા - રીબડા, રાજેન્દ્રસીંહ જાડેજા, અશોકભાઇ પીપળીયા, ક્રિપાલસીંહ જાડેજા, દેવર્સીહ જાડેજા, મયુંરસીહ જાડેજા, અલ્પેશભાઇ ઢોલરીયા, ધર્મેન્દ્રસીંહ જાડેજા,, ભાર્ગવભાઇ આદીપરા સહિતના ઉપસ્થિત રહેશે.

માંગલિક પ્રસંગોમાં પ્રથમ દિવસે દેહ શુધ્ધી પ્રાયશ્ર્ચિત, ગણપતીપુજન, મંડપ પ્રવેશ રામ પંચાયત દેવના પુજન, સ્વી પુણ્યા વાંચન સ્થાપીત દેવતા પુજન બપોરે, શોભાયાત્રા સાંજે, ધાન્યાધીયાસ, અરણીસંઘનદ્વારા અગ્ની પ્રજવલીત, પ્રસાદ બપોરે 11 કલાકે અને સાંજે 6ઃ30 કલાકે રાખવામાં આવેલ છે.

બીજો દિવસે ગણપતી પુજન, મંડપ પ્રવેશ, રામપંચાયત દેવતા પુજન, સર્કરાધીવાસ, સ્થાપીત દેવતા પુજન, યજ્ઞહોસ, બપોરે - ધગધી વાસ, બપોરે વરૂણ યાત્રા -3 વાગ્યે, જલાધી વાસ, સાંજે - સયનાધી વાસ પ્રસાદ બપોરે 11 કલાકે અને સાંજે 6ઃ30 કલાકે રાખવામાં આવેલ છે.

ત્રીજો દિવસે ગણપતી પુજન, મંડપ પ્રવેશ, મુર્તીમાં પ્રાણ પ્રતિષ્ઠા, ભગવાનની નિજ મંદિરમાં પધરામણી સવારે 9 વાગ્યે. પછી ધજા, શિખર અભિષેક, મહા આરતી, પુષ્ટી હોય, કુટીર હોમ, બિડુ હોમવાનો સમચ, બપોરે 3 ક્લાકે પ્રસાદ - બપોરે 11 કલાકે રાખેલ છે. દાંડીયા રાસ તા. ૧૦-૫-૨૦૨૨ના રોજ રાત્રે 9 કલાકે, સંતવાણી કાર્યક્રમ તા. ૧૧-૫-૨૦૨૨ના રોજ રાત્રે 9 કલાકે લોક ડાયરો જેમાં કીરણ ગજેરા, ધવલ તલા - બાળ કલાકાર - દેવવ્રત ઉમરાણીયા હીતેશ અંટાળા - હાસ્ય કલા રજૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...