પોલીસની સરાહનીય કામગીરી:રાજકોટ ગ્રામ્ય પેરોલ ફ્લો સ્કોર્ડે અલગ અલગ ગુન્હામાં નાસતા ફરતા 6 જેટલા આરોપીને ઝડપી પાડ્યા

ગોંડલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ ગ્રામ્ય પેરોલ ફ્લો સ્કોડ દ્વારા અલગ અલગ ગુન્હામાં નાસતા ફરતા 6 આરોપીને ઝડપી પાડ્યા. ધોરાજી NDPSના ગુન્હાનો આરોપી, પડધરી ઘરફોડ ચોરીના ગુન્હામાં 15 વર્ષથી નાસતા ફરતો આરોપી, પાટણવાવ વિસ્તારના બળાત્કારના આરોપી, શાપર તથા વિરપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હાનો આરોપી, મારામારીના ગુન્હામાં રાજકોટ મધ્યસ્થ જેલમા સજા કાપતો અને વચગાળા જામીન રજા પરથી ફરાર કેદી, રાજકોટ મધ્યસ્થ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા.

NDPSના ગુન્હામાં છેલ્લા 1 વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો
ધોરાજી NDPSના ગુન્હામા છેલ્લા 1 વર્ષથી નાસતો-ફરતો આરોપી ઇકબાલ નૈયરઅલી ઉફે નઝીરઅલી સૈયદને નવસારી ટોલનાકા ઉપરથી પસાર થવાની બાતમીના આધારે સ્થળ પર પહોંચી તપાસ કરતા ઇકબાલ નૈયરઅલી ઉર્ફે નઝીરઅલી સૈયદને ઝડપી પાડ્યો હતો.

ચોરીના ગુન્હામાં 15 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડ્યો
પડધરી વિસ્તારના ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા 15 વર્ષથી જામીન પરથી ફરાર થયેલા સરદાર પાગલાભાઈ તડવીને જામકંડોરણાંના સાતુદળ ગામેથી રાજકોટ ગ્રામ્ય પેરોલ ફ્લો સ્કોડની ટીમે ઝડપી પાડ્યો હતો.

બળાત્કારના ગુન્હામાં 8 વર્ષથી ભાગતા આરોપીને ઝડપી પાડ્યો
છેલ્લા 8 વર્ષથી પાટણવાવ પોસ્ટેના બાળાત્કારના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને હળવદ તાલુકાના ટીકર ગામના રણમાંથી બાતમીના આધારે કીશન નવસીંગ ભીલને તાત્કાલીક સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો.

પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો
શાપર અને વિરપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામા છેલ્લા 1 વર્ષથી નાસતા-ફરતા આરોપી રવીરાજ ઉર્ફે લાલો જીલુને બાતમીના આધારે તાત્કાલીક સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો.

વચગાળા જામીન રજા પરથી ફરાર કેદીને ઝડપી પાડ્યો
રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા કાપતા કાચા કામનો આરોપી અજીત જેન્તી સોલંકી સામે વચગાળા જામીન પર રજા પર છુટેલો હતો. જે જેલ પરત હાજરના રહેતા બાતમીના આધારે ગોંડલ સિવિલ હોસ્પિટલ પાસેથી ઝડપી પાડ્યો હતો.

ખૂનના ગુનામાં આજીવન કેદની સજા કાપતો કેદી ઝડપાયો
​​​​​​​
​​​​​​​​ગોંડલ તાલુકા પો.સ્ટેના હત્યાના ગુન્હામાં એડી.સેસન્સ કોર્ટ ગોંડલે આજીવન કેદની સજા આપેલી હતી. તે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાકા કામના કેદી તરીકે સજા કાપતો હતો. જેની સુરેશ લખમણ વાણીયાને સુરત ખાતે હોવાની ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા સુરત ખાતેથી ઝડપી પાડ્યો હતો.

આ કામગીરીમાં રાજકોટ રેન્જ અશોકકુમાર યાદવ, રાજકોટ જિલ્લા SP જયપાલસિંહ રાઠોડ, LCB PI વી.વી. ઓડેદરા, PSI ડી.પી.ઝાલા, ASI મહમદભાઈ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ વિરાજભાઈ ધાધલ, મહેન્દ્રસિંહ સોલંકી, રિયાઝભાઈ ભિપૌત્રા, અબ્બાસભાઈ ભારમલ, દ્રા, દિલીપસિંહ જાડેજા, વિરમભાઈ સામેચા સહિતનો સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો.​​​​​​​

અન્ય સમાચારો પણ છે...