રાજકોટ રૂરલ LCB બ્રાન્ચના PI વી.વી.ઓડેદરા, PSI એચ.સી.ગોહિલ, ડી.જી.બડવા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ રાણા, અનિલભાઈ ગુજરાતી અને પ્રહલાદસિંહ રાઠોડને મળેલી બાતમીના આધારે મોટી બજારમાં આવેલા છભાયા શેરીના ખૂણે ખંઢેર મકાનમાં તપાસ કરતા વિદેશી દારૂની 143 બોટલો ઝડપાઇ હતી. ત્યારે પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જ્યારે ગોંડલ શહેર પોલીસે જેતપુર રોડ પર ત્રણખુણીયા પાસે જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખતા કિશન વાવડીયા નામના શખ્સને રોકડ રકમ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલ મોટી બજારમાં સંઘાણી શેરીમાં આવેલા છભાયા શેરીના ખૂણે આવેલા બે માળના ખંઢેર મકાનના કાટમાળ નીચેના ભાગે ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે રાખેલો હતો. જ્યાં 750 એમ.એલ.ની. 143 બોટલ સહિત કુલ 42,900ના મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો.
ગોંડલ શહેર પોલીસના જયસુખ ગરાંભડિયા અને સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન જેતપુર રોડ પર ત્રણ ખૂણીયા પાસે ક્રિષ્ના પાનની સામે જાહેરમાં એક ઇસમ વર્લી ફીચરનાં આંકડા લખતો કિશન વાવડીયાને રોકડ રકમ 10,040 સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.