મોસ્ટ વોન્ટેડ આરોપી ઝડપાયો:છ મહિનાથી નાશતો ફરતા આરોપીને રાજકોટ ગ્રામ્ય LCBએ ઝડપી પાડ્યો

ગોંડલ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

જુનાગઢ જીલ્લાના માણાવદર તથા મેંદરડા પોલીસ સ્ટેશનના અલગ અલગ 3 પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાશતા ફરતા આરોપીને રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચે પકડી પાડયો હતો.

રાજકોટના પોલીસ મહાનીરીક્ષક, પોલીસ અધિક્ષકે આપેલી સુચના અંતર્ગત રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. એ નાશતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટેની કામગીરીમાં હતાં. તે દરમિયાન મળેલી હકીકત આધારે ઇ-ગુજકોપ તથા પોકેટ-કોપની મદદથી છેલ્લા છ મહિનાથી નાશતો ફરતો 22 વર્ષીય આરોપી શ્યામભાઇ ઘુસાભાઇ મેતાને ગોંડલ તાલુકાના ભરૂડી ટોલ પ્લાઝા પાસેથી પકડી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...