શ્રાવણ આવતા જ જુગારીઓ સક્રિય:ગોંડલના કંટોલિયા ગામની સીમમાં રાજકોટ ગ્રામ્ય LCB બ્રાન્ચે દરોડા પાડ્યા; 8 જુગારીઓ સાથે 1,16,100નો મુદ્દામાલ જપ્ત

ગોંડલ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોંડલના કંટોલિયા ગામની સીમમાં આવેલ મકાનમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે રાજકોટ ગ્રામ્ય LCB ની ટીમે વાડી માલિક સહિત 8 જુગારીઓ ને 1,16,100 /- ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

આ જુગારીઓની ધરપકડ કરાઈ
​​​​​​
​ગોંડલ તાલુકાના કંટોલીયા ગામની સીમમાં કિશોરભાઈ રિબડીયાની વાડીમાં જુગાર રમતો હોવાની રાજકોટ રૂરલ LCB બ્રાન્ચના PI વી.વી.ઓડેદરા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, રૂપકભાઈ બોહરા, પ્રહલાદસિંહ રાઠોડની સંયુક્ત બાતમીના આધારે LCB એ દરોડો પાડી વાડી માલિક કિશોરભાઈ ભીખાભાઈ રીબડીયા, કિરીટભાઈ રવજીભાઈ ખુંટ, શૈલેષભાઈ હીરાભાઈ ટારીયા, અશોકભાઈ ભગવાનજીભાઈ રીબડીયા, અશોકભાઈ દાનાભાઈ ગોહેલ, રેગનભાઈ માવજીભાઈ રેવર, ચિરાગભાઈ મહેન્દ્રભાઈ રાવલ, હિતેશભાઈ પ્રફુલભાઈ ટીલાળા સહિતને રોકડ 76,100 /- કુલ રૂ 1,16,100ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...