રાજકોટ શહેરના દાઉદી વ્હોરા વેપારી પિતા-પુત્ર સામે ગોંડલ સિટી પોલીસ મથકે જૂનો કેસ ખેંચી લેવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનો ગુનો નોંધાતા વ્હોરા સમાજમાં ખળભળાટ મચ્યો છે.વ્હોરા વેપારી અને ગોંડલમાં 10, કૈલાસ બાગ સોસાયટીમાં રહેતા હસમભાઈ નજમુદ્દીનભાઈ ભારમલ એ તેમની દીકરીના સસરા શબ્બીરભાઈ અહેમદભાઈ પાયાવાલા (ભારમલ)અને જમાઈ હોઝેફા શબ્બીર પાયાવાલા સામે ફરિયાદ નોંધાવી છે કે, તેમની દીકરી સકીનાના લગ્ન 2017માં રાજકોટની સોની બજારમાં મસ્કને જહરા નામના મકાનમાં રહેતા હોઝેફા શબ્બીરભાઈ પાયાવાલા સાથે થયા હતાં. થોડા સમય પછી સકીનાને પતિ અને સાસરીયાના પક્ષે મારકુટ શરૂ કરી હતી. તેવો હુસેનભાઈએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે નાની બાળકી સાથે સકીનાને ઘરમાંથી કાઢી મુકવામાં આવતાં તેમણે પતિ હોઝેફા, સસરા શબ્બીરભાઈ, સાસુ શરીફાબેન અને નણંદ અરવાબેન સામે ઘરેલું હીંસાની ફરિયાદ ગોંડલ મહિલા પોલીસ મથકે નોંધાવી હતી. જે પછી તાજેતરમાં હોઝેફા અને શબ્બીર ભાઈએ ફોન કરી ઘરેલું હિંસાનો કેસ પાછો નહી ખેંચે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા ફરી હોઝેફા અને શબ્બીરભાઈ સામે ગુનો દાખલ થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.