ગોંડલ તાલુકા પંચાયતના સભ્ય ચિરાગ કાંતિભાઈ ગોલએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી માગ કરી હતી કે તાલુકાના દેરડી(કું), રાણસીકી, રાવણા, પાટખીલોરી, ધરાળા, મોટી ખીલોરી તથા આસપાસના ગામોના વિસ્તારોમાં ચાલુ વર્ષે ભરપુર વરસાદ થયો હતો. આમ છતા, છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં આવેલ જિલ્લા પંચાયત અને સિંચાઈ વિભાગ હસ્તકના આવેલા ચેકડેમો તથા કોઝવે તુટી ગયેલો હોવાથી ભરપુર વરસાદ વરસેલ હોવા છતા પાણીનો સંગ્રહ થઈ શકતો નથી.
ચેકડેમ તથા કોઝવે તુટેલા હોવાના કારણે વિપુલ માત્રામાં પાણી વહી જાય છે. આ વિસ્તારમાં નર્મદાની કેનાલ કે મોટા ડેમ કે મોટી નદી લાગુ પડતી ના હોય, એકમાત્ર વરસાદના પાણીનો સંગ્રહથી પાણીનું સ્તર ઉંચુ આવી શકે તેમ છે. તો આ વિસ્તારમાં વિર સાવરકર નદી ઉપર મોટો ચેકડેમ બની શકે તેમ છે તો આ ચેકડેમ બનાવવા માટે અધિકારી પાસે સર્વે કરાવી આ વિસ્તારમાં ચેકડેમ બનાવવા માગ કરી હતી.
આ જટીલ પ્રશ્નનો તાત્કાલીક નીવેડો લાવી બન્ને ડીપાર્ટમેન્ટ તાત્કાલીક જે તે લગતી ગ્રામ પંચાયતને જાણ કરી આ તુટેલા ચેકડેમો અને કોઝવે રીપેર કરી આપે અથવા નવા બનાવી આપે તેમજ નવો મોટો ચેકડેમ બનાવી આપવા અંતમાં માગ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.