તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંચિયાવદરની આત્મનિર્ભરતા:દોઢ લાખનું ફંડ એકઠું કરી ઓક્સિજન, દવા, ટેસ્ટ કિટ વસાવ્યા

ગોંડલ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના સંક્રમિત દર્દીને તાત્કાલિક સગવડ મળી રહેશે

કોરોનાના કારણે હાલ સમગ્ર દેશના મોટા શહેરો-ગામડાની હાલત ખરાબ અને દયનીય બની છે, સારવાર માટે રોજ સરકારી, ખાનગી હોસ્પિટલમાં લાઈનો લાગી છે, ખાનગીમાં ચાર્જ ખૂબ જ મોંઘા છે છતાં ત્યાં પણ ગંભીર દર્દી માટે જગ્યા ઉપલબ્ધ નથી આવા સમયે કોરોનાથી સંક્રમિત લોકોને તાત્કાલિક સારવાર મળી શકે એ માટે પાંચિયાવદરના સમસ્ત ગ્રામજનોએ આ મહામારી સામે એક અભિયાન ચલાવીને ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે રૂ.1,50,000નું ફંડ એક જ દિવસમાં એકત્રિત કરી લોકોને ઇમરજન્સી સારવાર ગામમાં જ મળી રહે તે માટે સહિયારો પ્રયાસ કરી ગ્રામ્ય સ્તરે કાયમી માટે ઓક્સિજન બોટલ, ડિજિટલ ઓક્સિમીટર, ડિજિટલ બ્લડ પ્રેસર ઇન્સ્ટ્રૂમેન્ટ, ડિજિટલ ગ્લુકોમીટર, ડિજિટલ થર્મોમિટર, રેપિડ ટેસ્ટ રિપોર્ટ કિટ, સેનિટાઈઝર, ગ્લોવ્ઝ, માસ્ક તેમજ મેડિસિન વિગેરે ઉપલબ્ધ કરાયેલ છે. જો દરેક લોકો પોતાના ગામ કે વિસ્તારમા મેડીકલ સુવિધાઓ ઉપલબ્ધ રાખે, તો 100% ચોક્કસ કોરોના સામે સારા પરિણામો મળી શકે છે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો