પંથકમાં ગાજવીજ સાથે મેઘમહેર:ગોંડલ-જસદણ શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ; સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો; ખેડૂતો ખુશખુશાલ

ગોંડલ19 દિવસ પહેલા

હવામાન વિભાગ દ્વારા આગહીને લઈને ગોંડલ શહેર અને પંથકમાં લાંબા વિરામ બાદ પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. વરસાદને લઈને શહેરમાં ઠંડક પ્રસરી હતી. ગોંડલ તાલુકાના શિવરાજગઢ દેરડી(કુંભાજી), કમઢિયા, મોવિયા, અનિડા ભાલોડી, વાસાવડ, રાવણા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંઠક પ્રસરી હતી. જો કે વરસાદને પગલે ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.

લાંબા વિરામ બાદ પવન અને ગાજવીજ સાથે વરસાદ
જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ આટકોટ, વિરનગર, જસાપર સહિતના ગામમાં વરસાદ જસાપરમાં અડધો કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે શેરીઓમાં પાણી વહેતાં થયાં હતાં. જસદણમાં વરસાદના કારણે મુખ્ય માર્ગ પર પાણી ભરાતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારો આટકોટ, દોલતપર, સાણથલી, નવાગામ, ડોડીયાળા, કમળાપુર, સહિતના ગામોમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...